GSTV

વાવાઝોડા બાદ સિંહો અને વન્યજીવો સલામત હોવાની ગુલબાંગો પોકળ સાબિત થઈ, સિંહણ સાથે ચાર કાળિયાર પણ તણાઈ આવ્યા

Last Updated on May 22, 2021 by Pravin Makwana

વાવાઝોડા બાદ સિંહો અને વન્યજીવો સલામત હોવાની ગુલબાંગો પોકળ સાબિત થઇ છે. વિસાવદરના વેકરિયા ગામે સિંહણનો મૃતદેહ તણાઈ આવેલો મળી આવ્યો છે. સિંહણ સાથે ચાર કાળિયાર પણ તણાઈ આવેલા મળ્યા છે. વનવિભાગે તાબડતોબ તમામ મૃતદેહોને બહાર કાઢી લઇ સમગ્ર બનાવ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસો કર્યાની પણ ચર્ચા ચાલી છે. તો સિંહ અને કાળીયારના મોત અંગે તપાસ ચાલુ હોવાનું રટણ પણ ચાલુ કરી દીધુ છે.

સબ સલામતના દાવા કરવામાં ફેક ન્યૂઝ ફેલાવતા અધિકારી

વાવાઝોડા પછી ગીરના સિંહો ગુમ છે એવા અહેવાલો આવ્યા હતા. એ અહેવાલો ખોટા સાબિત કરવા માટે ગુજરાત સરકારના અધિકારીઓએ ખોટા વિડીયોનો સહારો લીધો હતો. ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારી રાજીવ ગુપ્તાએ આફ્રિકાનો વિડીયો ગુજરાતનો ગણાવી ટ્વિટર પર મુક્યો હતો.

આ વિડીયો હકીકતે આફ્રિકાના બહુ પ્રખ્યાત માલા-માલા ગેમ રિઝર્વ (જંગલ વિસ્તાર)નો છે. ફેબ્રુઆરીમાં આ વિડીયો માલા માલા ગેમ રિઝર્વના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર મુકવામાં આવ્યો હતો. ત્યાં આ વિડીયો 37 હજાર કરતા વધારે વખત જોવાયો છે.
આઈએએસ અધિકારીઓ બહુ ભણેલા હોય એવી લોકોમાં છાપ છે, પણ ગુજરાતના અધિકારીઓ જાણે એ છાપ ભુંસવા કટિબદ્ધ બન્યા છે. કેમ કે રાજીવ ગુપ્તાએ ટ્વિટ સાથે લખ્યું હતું કે ‘ગીર જંગલમાં સિંહો સંપૂર્ણપણે સલામત છે. જંગલમાં ફરજ બજાવતો સ્ટાફ સિંહો પર સતત દેખરેખ રાખી રહ્યો છે. આંકોલવાડી ગીર વિસ્તારમાં એક સિંહોનું ટોળું જૂઓ નદી ઓળંગી રહ્યું છે.’

ગીરના સિંહોના નામે ઓળખાવાયેલો વિડીયો હકીકતે આફ્રિકાનો


ગિરના સિંહો સામાન્ય રીતે નદી ઓળંગતા નથી. એટલે આ વિડીયો અંગે સવારથી જ શંકાઓ સેવાતી હતી. પરંતુ રાજીવ ગુપ્તાએ આત્મવિશ્વાસ પૂર્વક લખ્યુ હતું કે આંકોલવાડી વિસ્તારના આ સિંહો છે. ફરજ પરનો સ્ટાફ સિંહોની સતત દેખરેખ રાખે છે, એવુ તેમણે લખ્યું એ પણ માનવા જેવુ લાગતું નથી. કેમ કે અત્યારે ગીર અને આસપાસના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં જ અસંખ્ય વૃક્ષો પડી ગયા છે.

READ ALSO

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!