GSTV

મોટા સમાચાર/ સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી રામભરોસે, દૂર્લભ ગણાતી અનેક માછલીઓના મોત

Last Updated on July 21, 2021 by Harshad Patel

અમદાવાદમાં આવેલી સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી રામભરોસે ચાલી રહી છે. દરરોજ 3 થી 5 ટકા માછલીના મોત થઇ રહ્યાં છે. એક્વેટિક ગેલેરીમાં દૂર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11 હજાર 690 માછલીઓ એક્વેટીક ગેલેરીમાં લવાઇ હતી.

માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ શોભાના ગાઠિયા બરાબર

માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ શોભાના ગાઠિયા બરાબર છે. દેશના સૌથી મોટા અને સર્વશ્રેષ્ઠ એકવેરિયમમાં અનેક માછલીઓના મોત થઇ ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરી ઇ-લોકાર્પણ કરાયું હતું. થોડા જ દિવસોમાં માછલીઓના થયેલા મોતથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

શું ટ્રેઈન્ડ સ્ટાફનો અભાવ છે કે પછી માછલીની માવજતનો અભાવ છે?

દુર્લભ ગણાતી માછલીઓના ટપોટપ મોત ચિંતાનો વિષય છે. શું એક્વેટિક ગેલેરીમાં માછલીઓ માટેની લાઈઉ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ.? દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી અલગ અલગ 188 પ્રજાતીની 11 હજાર 690 માછલીઓ સાયન્સ સીટીમાં લાવવામાં આવી છે. જેથી આવનાર સમયમાં દુલર્ભ માછલીઓની સરખી માવજત કરવાના પડકાર પણ રહેશે.

સાયન્સસીટીએ કર્યો આ મોટો ખુલાસો, માછલીઓના કુદરતી મૃત્યુદર એકથી બે ટકા જેટલો

અમદાવાદમાં સાયન્સ સીટીમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી એક્ટાટિક ગેલેરીમા દુર્લભ માછલીઓના મોતના વાયરલ વિડિયો પર સાયન્સ સીટીએ સ્પષ્ટતા આપી છે..અને કહ્યુ છે કે, માછલીઓના કુદરતી મૃત્યુદર એકથી બે ટકા જેટલો હોય છે. અને છેલ્લા ઘણા સમયથી માછલીઓના કુદરતી મોતનો કોઈ બનાવ પણ ન બન્યાનો મરીન સ્કેપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક્વાટિક ગેલેરીમાં લાઈફ સેવિંગ સિસ્ટમ ફૂલપ્રૂફ તેમજ યોગ્ય ટેકનિકલ માર્ગદર્શનમાં કાર્યરત છે. જો લાઈફ સપોર્ટ સિસ્ટમ ફેઇલ હોય તો તેની અસર તમામ ટેન્કમાં જોવા મળે અને ટેન્કમાં મોટા ભાગની માછલીઓ મૃત્યુ પામે પરંતુ તેવો કોઈ બનાવ ન બન્યાનું પણ મરીને સ્કેપે કહ્યુ છે. આ ઉપરાંત કેટલીક માછલીઓ નિશાચર હોય છે જે દિવસ દરમિયાન ઊંઘ લે છે જેને વાયરલ વીડિયોમાં મૃત દર્શાવવામાં આવી હોવાનું મરીન સ્કેપે કહ્યુ છે

૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે

ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં ૧૮૮ પ્રજાતિની ૧૧,૬૦૦થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં ૧૦ અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!