વલસાડના વાગલધરા પાસે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. વલસાડના વાગલધાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પારડી લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો.
વરરાજાની કારમાં સવાર નવવધૂ સહિત એક જ પરિવારના ચારનાં મોત નીપજ્યા હતા. જ્યારે ચારને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. લગ્ન કરીને શણગારેલી કારમાં પરત ફરતા સમયે પરિવારને અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, બીલીમોરાનો રાણા પરિવાર ગત રોજ પારડી ખાતે જાન લઈને ગયા હતા. લગ્ન થયા બાદ રાત્રે જાન પરત ફરી રહી હતી. વરરાજાની કારમાં વરારાજા-નવવધૂ સહિત ચાર લોકો સવાર હતા. કાર વલસાડના વાઘલધરા હોટલ પુરોહિત પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
ટ્રક સાથે અકસ્માતના કારણે કારમાં સવાર નવવધૂ સહિત ચારના મોત નીપજ્યાં હતા. જ્યારે વરરાજા સહિત ચારને ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્તોને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બીલીમોરાના રાણા પરિવારમાં લગ્નની ખુશીમાં અકસ્માતમાં નવવધૂ સહિત ચારના મોતના કારણે મામત છવાયો છે. બીલીમોરા ખાતે નવવધૂના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. જેથી નવવધૂનો લગ્ન બાદ ઘરમાં મૃતક તરીકે પગલાં પડ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વરરાજા પત્નીની અંતિમક્રિયામાં પહોંચ્યો હતો.
Read Also
- BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?
- એકનાથ વિરુદ્ધ ઉદ્ધવ! રાજકીય લડાઈ હવે કાયદાકીય તરફ, અઘાડી સરકાર બચાવવાનો પ્રયાસ તો બીજી તરફ નવા સમીકરણ ગોઠવવાની તૈયારી
- અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર
- પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન