વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર બાદ નિધન થયું છે. બેજાન દારૂવાલા દેશ વિદેશમાં જાણીતા હતા. તેમનું 90 વર્ષની વયે નિધન થયું છે.
- વિશ્વના જાણીતા એસ્ટ્રોલોજર બેજન દારૂવાલાનું કોરોનામાં નિધન
- જાણીતા જ્યોતિષવિદને પણ ભરખી ગયો કોરોના
- 90 વર્ષની ઉંમરે થઈ ગયું નિધન
- લાંબા સમયથી બિમાર હોવાથી એપોલોમાં કરાયા હતા દાખલ
- અમદાવાદમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક રહી ચૂકયા છે.
- બેજન દારૂવાલાએ કોરોના અંગે છેલ્લો ઇન્ટરવ્યું જીએસટીવીને આપ્યો હતો
ગણેશજીના પરમ ભક્ત હતા
૧૧ જુલાઈ ૧૯૩૧ના રોજ જન્મેલા, બેજનજી પારસી (ઝોરોસ્ટ્રીયન) પરિવારના હોવા છતાં, ભગવાન શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા. પ્રેમાળ અને માયાળુ સ્વભાવના બેજનજીએ તેમના ક્ષતિરહિત ફળકથનોનાં કારણે અનેક પ્રશસ્તિઓ અને બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી. બેજનજીની સિદ્ધિઓ અને સચોટ ફળકથનોને વ્યાપક પણે પ્રસંશા, સ્વીકૃતિ અને સન્માન મળ્યા હતા.
બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી
ભારત નિર્માણ સંસ્થા દ્વારા તેમને ૨૭ ઑગસ્ટ, ૨૦૦૦ના રોજ “એસ્ટ્રોલોજર ઓફ ધ મિલેનિયમ” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસ્ટ્રોલોજર્સ દ્વારા તેમને વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સર્વોચ્ચ ઉપાધી – જ્યોતિષી મહાહોપાધ્યાય એનાયત કરવામાં આવી હતી. પ્રેમાળ અને માયાળુ સ્વભાવના બેજનજીએ તેમના ક્ષતિરહિત ફળકથનોનાં કારણે અનેક પ્રશસ્તિઓ અને બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી.
READ ALSO
- સુરત/ માછલીનો કાંટો ગળામાં ફસાઈ જતાં યુવકનું વિચિત્ર રીતે થયું મોત, 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા
- કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો
- PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?
- ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!
- સુરત/ જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોના ધરણા, ગ્રેજ્યુઈટીને લઈ શ્રમ વિભાગ કચેરીએ માંડ્યો મોર્ચો