GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કિન્નરોના મૃતદેહને ‘બહાર’ના લોકો કેમ નથી જોઈ શકતાં, અડધી રાત્રે કેમ કરવામાં આવે છે અંતિમ સંસ્કાર?

લગ્ન હોય કે બાળક જન્મે ત્યારે ખુશીના પ્રસંગે ઘરમાં એકાએક કિન્નર આવી જતાં હોય છે. ટ્રાફિક સિગ્નલો પર ઊભી રહેલી ગાડીઓના કાચને ખખડાવતા પણ તમે કિન્નરોને જોયા હશે. સેક્યુઅલ ઓરિએન્ટેશનથી અલગ સેક્સનો અલગ પ્રફરેન્સ રાખનારા કિન્નરો દુનિયામાં અલગ છે.

સામાન્ય લોકોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી

તેમના અંતિમ સંસ્કારમાં પણ ઘણાં ઓછા લોકો હોય છે. માનવામાં આવે છે કે કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે. જેનાથી તેમને મૃત્યુનો આભાસ થઈ જાય છે. મૃત્યુ થવાનું છે, તો તે ક્યાંય આવ-જા નથી કરતાં અને જમવાનું પણ બંધ કરી દે છે. તે દરમિયાન માત્ર પાણી પીવે છે અને ઈશ્વર પાસે પોતાના અને બીજા કિન્નરો માટે પ્રાર્થના કરે છે કે બીજા જન્મમાં તે કિન્નર ન બને.

આજુબાજુ અને દૂર દૂરથી કિન્નરો મરતાં કિન્નરની પ્રાર્થના માટે આવે છે. કિન્નરોના માન્યતા છે કે મરણ પથારીએ પડેલા કિન્નરની પ્રાર્થના વધારે અસર કરે છે. કિન્નરોના સમૂહ ઉપરાંત બીજા કોઈને ખબર નથી હોતી કે તે મરણ પથારીએ છે અથવા તેનું મૃત્યુ થઈ ગયું છે. શબને જ્યાં દફનાવામાં આવે ત્યાં, ત્યાંના અધિકારીઓને પહેલાથી જ જાણ કરી દેવામાં આવે છે કે આ વાત ખાનગી રાખવામાં આવે.

મૃત શરીરને ખભા પર લઈ જવાની પરંપરાના બદલે

કિન્નરોના મૃત શરીરને ઊભું કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, માન્યતા એ પણ છે કે સામાન્ય લોકો કિન્નરના મૃત શરીરને જોઈ જાય તો તેને બીજી વાર પણ તે જન્મ મળે છે. કિન્નરોને તેનું જીવન એટલું અભિશપ્ત લાગે છે કે અંતિમ સંસ્કાર પહેલા મૃતકને જૂતાં અને ચપ્પલથી મારવામાં આવે છે અને ગાળો પણ આપવામાં આવે છે. જેથી મૃત શરીરને જીવતાં જીવ કોઈ અપરાધ કર્યો હોય તેવો પ્રાયશ્વિત થાય. અને બીજો જન્મ સામાન્ય માણસ તરીકે મળે. તેમના સમૂહમાં એક કિન્નરના મૃત્યુ બાદ બીજો વયસ્ક કિન્નર હોય છે તે એક વીક માટે વ્રત રાખે છે અને મૃતક માટે દુઆ માગે છે. કિન્નરોના શવને દફનાવા આવે છે. અને સંસ્કાર ગુપ્ત રાખવામાં આવે છે. તેના મોંમાં પાણી રેડવાનો રિવાજ છે. તેના પછી દફન કરવામાં આવે છે. તેના મૃત દેહને પણ કોઈ કિન્નર જોઈ ન શકે તે માટે તેનો અંતિમ સંસ્કાર રાતના સમયે કરવામાં આવે છે.

Read Also

Related posts

વિવાદોથી ટેવાયેલા ચીને ફરી એક વાર કરી મધપૂડામાં આંગળી, હવે આ શહેર પોતાનું હોવાનું દાવો કર્યો

Pravin Makwana

દુશ્મનોનાં છક્કા છોડાવશે ‘નિર્ભય’, 1000 કિમી સુધી માર કરી શકે છે આ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ

Mansi Patel

કોરોના ક્રાઈસિસની અસર, રેલવેએ નવી ભરતી પર લગાવી દીધી રોક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!