GSTV

મજૂર ટ્રેનમાં 97 લોકોના મોત થયા, સરકારે લોકસભામાં જાહેર કર્યા આંકડા

Last Updated on September 19, 2020 by Mansi Patel

લોકડાઉન દરમ્યાન કેટલા હીજરતી મજૂરોના મોતના સવાલના જવાબમાં સરકારે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોનાં મોત નીપજ્યાં છે. આ 97 મૃત્યુમાંથી 87 મૃતદેહોને રાજ્ય પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સંબંધિત રાજ્ય પોલીસ પાસેથી અત્યાર સુધીમાં 51 પોસ્ટમોર્ટમ અહેવાલો પ્રાપ્ત થયા છે. આમાં, મૃત્યુનાં કારણોને કાર્ડિયાક એરેસ્ટ, હ્રદયરોગ, મગજની હેમરેજ, ફેફસાં અને યકૃત રોગનું કારણ માનવામાં આવે છે.

આ અગાઉ મે મહિનામાં પણ 80 મજૂરોનાં મોતનાં સમાચાર મળ્યાં હતાં. રેલ્વે પ્રોટેક્શન પોલીસના હવાલેથી કહેવામાં આવ્યું છે કે 9 મેથી 27 મેની વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 80 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે લાખો પરપ્રાંતિય મજૂરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર સેંકડો કિલોમીટર ચાલતાં પોતાના ઘરે ગયા હતા. જેમાં હજારો મજૂરો મરી ગયા હોવાનો આરોપ હતો. તે અંગે ભાજપ સરકારે જવાબ આપ્યો કે તેમની પાસે આવી કોઈ ડેટા નથી. સરકારે જવાબ આપ્યો હતો કે લોકડાઉનમાં 80 કરોડ લોકોને વધારાનું રેશન આપવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!