GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

હરભજનસિંહનું Corona વાયરસને કારણે થઈ ગયું મોત, પંજાબમાં મોતનો આંક 2એ પહોંચ્યો

corona

Corona વાયરસના સંક્રમણથી પંજાબમાં બીજા વ્યક્તિનું મોત થયું છે. હોશિયારપુરના મોરાંવાલી નિવાસી 64 વર્ષીય બાબા હરભજન સિંહનું રવિવારે અમૃતસરના ગુરુનાનક દેવ હોસ્પિટલમાં નિધન થયું. હરભજન સિંહના મોતની પુષ્ટિ કરતાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમૃતસરના પ્રિન્સિપલ ડો. સુજાતા શર્માએ જણાવ્યું કે તેઓ નવાંશહેરના મૃતક બલદેવ સિંહના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હતાં. 18 માર્ચે નવાંશહેરમાં Corona

વાયરસથી મૃત્યુ પામનારા 70 વર્ષીય બલદેવ સિંહે 6 વસમાં જ 23 લોકોને Corona વાયરસથી સંક્રમિત કરી દીધાં હતાં. બલદેવના સંપર્કમાં 100થી વધુ લોકો આવ્યાં હતાં. પરંતુ અત્યાર સુધી આશરે 2 ડઝન લોકોનો જ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તે બાદ આશરે 15 ગામોને પણ સીલ કરી દેવામાં આવ્યાં છે.

બદલેવ સિંહ દ્વારા આ રીતે બની Corona વાયરસની ચેઇન

  • 21 માર્ચ- 3 દિકરા, 2 દિકરીઓ, 1 પૌત્રી, 1 સાથી
  • 22 માપ્ર– 2 પુત્રવધૂ, 2 પૌત્રી, 2 સાથી, 1 સરપંચ
  • 23 માર્ચ- 1 પૌત્ર
  • 24 માર્ચ- 1 દોહિત્ર, 2 પૌત્ર, 1 સાઢૂ, 1 સાળાની પત્ની

આ ચેઇનના કારણે હવે પંજાબના 15 ગામોમાં આશરે 40 હજાર લોકો સ્વાસ્થ્ય વિભાગના નિરિક્ષણ હેઠળ છે. જે પંજાબ માટે ખતરાની મોટી ઘંટી છે. પંજાબમાં ગત 6 દિવસથી કર્ફ્યૂ લાગેલો છે. તેમ છતાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે પટિયાલામાં એક યુવકના સંક્રમણની પુષ્ટિ બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 39 થઇ ગઇ છે. સાથે જ પટિયાલામાં આ પહેલો કેસ છે પરંતુ તેના પરિવારના 14 લોકોના સ્વાસ્થ્ય વિભાગે પટિયાલાના રાજિંદ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પંજાબમાં સૌથી વધુ 19 સંક્રમણના કેસ નવાંશહેર જિલ્લામાં છે. આ ઉપરાંત મોહાલી-હોશિયાપુરમાં 6-6 અને જલંધરમાં પણ 5 લોકો Corona વાયરસથી સંક્રમિત છે.

ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો

Corona વાઈરસ સામેની લડતમાં દેશમાં ૨૧ દિવસના લોકડાઉનના આદેશો છતાં વિવિધ રાજ્યોમાંથી વસાહતી કામદારોની વ્યાપકપણે સામૂહિક હિજરત સામે કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરવાની સાથે રવિવારે રાજ્ય સરકારોને તેમની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કેન્દ્ર સરકારે લોકડાઉનના આદેશોનો ભંગ કરનારા વસાહતી કામદારોને ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવાની પણ ચેતવણી આપી છે. બીજીબાજુ દેશમાં Coronaનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં Corona ના ૧૦૬ નવા કેસ નોંધાતા કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 1100 ઉપર થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 33 થયો છે.

દેશમાં ૨૧ દિવસના લોકડાઉનના આદેશો

દેશમાં Corona વાઈરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા માટે કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને વસાહતી કામદારોનું સ્થળાંતર અટકાવવા અને તેમને જીવન જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પણ જણાવ્યું છે. દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો રવિવારે પાંચમો દિવસ પૂરો થયો હતો ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં બેરોજગાર બની ગયેલાં હજારો વસાહતી કામદારો ચાલતા જ તેમના વતન જવા માટે રવાના થઈ ગયા હતા.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!