હોલીવુડના પ્રખ્યાત કન્ટ્રી સિંગર જેક ફ્લિન્ટનું નિધન થયું છે. તેઓએ 26 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા કલાકો પછી તેમણે ઊંઘમાં જ દુનિયા છોડી દીધી હતી. સિંગરના આકસ્મિક અવસાનથી તેમની પત્ની બ્રેન્ડા, તેના પરિવાર અને નજીકના મિત્રો આઘાતમાં છે. જેક 37 વર્ષના હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
જેકની પત્ની આઘાતમાં છે. જેક ફ્લિન્ટ ઓક્લાહોમાનો રહેવાસી હતો. સિંગરના પબ્લિસિસ્ટ ક્લિફ ડોયલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે જેક ફ્લિન્ટ 26 નવેમ્બર શનિવારના રોજ બ્રેન્ડા સાથે લગ્ન કર્યાના થોડા કલાકો પછી તેમનું ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા. જેકની પત્ની બ્રેન્ડા તેના પતિના અચાનક વિદાય પછી ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.
બ્રેન્ડા ફ્લિન્ટે ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘અમારે હવે અમારા લગ્નની તસવીરો જોવી જોઈતી હતી, પરંતુ આ સમયે મારે વિચારવું પડશે કે મારા પતિને કયા કપડામાં દફનાવવું. લોકોએ આટલું બધું સહન ન કરવું જોઈએ. મારું હૃદય ચાલ્યું ગયું છે અને મને તેમની જરૂર છે. હું ઈચ્છું છું કે તેઓ પાછા આવે. હું આ સહન કરી શકતી નથી. હું તેમને અહીં પાછા ઈચ્છું છું.’
READ ALSO
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ
- વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા
- ઈ-રિક્ષા ડ્રાઈવરે રજૂ કરી ઈમાનદારીની મિસાલ, રસ્તા પર પડેલી 25 લાખ રૂપિયાથી ભરેલી બેગ પોલીસને સોંપી દીધી