GSTV
Gujarat Government Advertisement

આ કોમેન્ટેટરે રિશભ પંતને ‘ખચ્ચર’ અને હાશિમ અમલાને ‘આતંકવાદી’ કહ્યો હતો

પંત

Last Updated on July 29, 2020 by Ankita Trada

જ્યારે પણ ક્રિકેટની રમત રમાય છે, ત્યારે ફક્ત મેદાનના ખેલાડીઓ જ નહીં, પરંતુ કોમેન્ટ્રી કરનારા કોમેન્ટેટર પણ તે સમય દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એક કોમેન્ટેટર આખા વાતાવરણને જોડેલું રાખે છે. તેમની કમેન્ટો પ્રેક્ષકોને મનોરંજન આપે છે, પરંતુ કેટલીક વખત ખેલાડીઓ પરની તેમની કમેન્ટો તેમને જ ભારે પડી જાય છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડીન જોન્સે પણ આવું જ કાંઈક કર્યું છે. ડીન જોન્સને ક્રિકેટ વિશ્વના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરોની યાદીમાં મૂકવામાં આવ્યો છે. ડીન જોન્સે ભારતીય ક્રિકેટર રિશભ પંત અને સાઉથ આફ્રિકાના મહાન બેટ્સમેન હાશિમ અમલા વિશે વિવાદિત કોમેન્ટો કરી હતી, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

રિશભ પંત હાલમાં રેસ ઘોડો નહીં

ડીન જોન્સે ટીમ ઈન્ડિયાના ખેલાડી રિશભ પંતને ખચ્ચર કહ્યું હતું. જોન્સે કહ્યું હતું કે, પંત એક યુવાન ખેલાડી છે અને હાલમાં તે શીખવાના તબક્કામાં છે. રિશભ પંત ઓફ સાઈડમાં સારો દેખાવ કરી શકતો નથી અને આ માટે તેણે સખત મહેનત કરવાની જરૂર છે. આ સિવાય ડીન જોન્સે કહ્યું હતું કે, રિશભ પંત હાલમાં રેસ ઘોડો નહીં પરંતુ, ખચ્ચર છે. રિશભ પંત સિવાય ડીન જોન્સે 2006માં શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે હાશિમ અમલા પર શબ્દોના બાણ ચલાવ્યા હતા.

આતંકવાદીએ વધુ એક કેચ પકડ્યો

તે સમયે તેણે હાશિમને કાંઈક એવું કહી નાખ્યું હતું કે જેને કારણે તેને કોમેન્ટ્રી કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં હતો. જોન્સે તે દરમિયાન અમલાને આતંકી ગણાવ્યો હતો. તે મેચમાં જ્યારે અમલાએ કેચ પકડ્યો ત્યારે જોન્સે તેના પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે આતંકવાદીએ વધુ એક કેચ પકડ્યો. શ્રીલંકામાં રમાયેલી આ મેચમાં જોન્સે અમલાને આતંકવાદી કહ્યો તે જ સાંજે તેને વતન પર હાંકી કઢાયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!