GSTV

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં નિધન, આઇપીએલની કોમેન્ટરીમાં હતા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડીન જોન્સ આઇપીએલની મેચની કોમેન્ટરી માટે સ્ટાર ટીવી સાથે સંકળાયેલા હતા અને તેઓ મુંબઈની એક સેવન સ્ટાર હોટેલમાં રોકાયા હતા. 59 વર્ષીય ડીન જોન્સે ત્યાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મુંબઈની હોટેલમાં બાયો સિક્યોર બબલમાં હતા. ડીન જોન્સને સ્ટાર ટીવી દ્વારા હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ઓફ-ટ્યુબ કોમેન્ટરી માટે કરારબદ્ધ કરાયા હતા. તેઓ ક્રિકેટ એક્સપર્ટ અને એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.

ભારતીય મીડિયામાં ડીન જોન્સ લોકપ્રિય હતા. એનડીટીવીના પ્રોફેસર ડીનો જેવા લોકપ્રિય શોથી તેમને ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમણે દુનિયાભરમાં કોમેન્ટરી આપી છે અને તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા હતા.

ભારત સામે બેવડી સદી ફટકારી હતી

1961ની 24મી માર્ચે મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા માટે 52 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 3631 રન ફટકાર્યા હતા. 1986ના સપ્ટેમ્બરની 22મી તારીખે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈ ખાતે ઐતિહાસિક ટાઈ પડી હતી જેમાં ડીન જોન્સે શાનદાર બેવડી સદી ફટકારી હતી. એ મેચમાં ડીહાઇડ્રેશનથી પીડાતા ડીન જોન્સે વોમીટ કરતાં કરતાં બેટિંગ જારી રાખી હતી અને 210 રન ફટકાર્યા હતા. ડીન જોન્સની કારકિર્દીની એ ત્રીજી જ ટેસ્ટ હતી. આ ઉપરાંત તેણે 11 સદી ફટકારી હતી જેમાં બે બેવડી સદીનો સમાવેશ થતો હતો. ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા માટે 164 વન-ડે રમ્યા હતા જેમા તેમણે સાત સદી અને 46 અડધી સદી સાથે 6068 રન ફટકાર્યા હતા.

READ ALSO

Related posts

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!