GSTV
Home » News » આ સ્માર્ટફોનની ખરીદી પર મળી રહ્યું છે 12,000 સુધીનું કેશબેક

આ સ્માર્ટફોનની ખરીદી પર મળી રહ્યું છે 12,000 સુધીનું કેશબેક

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, એવામાં બધી ઈ-કોમર્સ કંપનીઓ કેટલીક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ પ્રોડક્ટ્સમાં સ્માર્ટફોન પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે પણ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો તો આ સૌથી ઉત્તમ તક છે. પેટીએમ મૉલમાંથી શૉપિંગ કરી તમે અલગ-અલગ કંપનીઓના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તો આવો જાણીએ કે ક્યા ફોન પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Apple iPhone X- એપલના iPhone X પર તમને 12,000નું કેશબેક અપાઈ રહ્યું છે. આ કેશબેક iPhone Xના 64GBવાળા વેરિએન્ટ પર મળશે. આ ફોનની વાસ્તવિક કિંમત 95,390 રૂપિયા છે, જે 12,000 રૂપિયાના કેશબેકની સાથે તમને 89,358 રૂપિયામાં મળશે. આ સિવાય તમે અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અથવા કોટક બેંકના ક્રેડિટ કાર્ડથી આ ફોનની ખરીદી કરો છો તો તમે 10 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સાથે તેમાં એક્સચેન્જ અને EMI ઑફર પણ છે.

Vivo V11 Pro- આ ફોનના 64GB વેરિએન્ટને તમે 10 ટકા ડિસ્કાઉન્ટની સાથે 25,990 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનની વાસ્તવિક કિંમત 28,990 રૂપિયા છે. આ ફોનની સાથે પણ એક્સચેન્જ અને નો કૉસ્ટ EMI ઑફર સંકળાયેલી છે.

Apple iPhone 6- આઈફોન 6ની સ્પેસ ગ્રે 32GB વેરિએન્ટને તમે 24 ટકા અથવા 6000 રૂપિયાના કેશબેક ડિસ્કાઉન્ટની સાથે માત્ર 24,389 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનને અમેરિકન એક્સપ્રેસ અથવા કોટક બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી પર 10 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. આ સિવાય ફોન પર એક્સચેન્જ અને લો કૉસ્ટ EMI ઑફર પણ હયાત છે.

Oppo F9 Pro- ઓપ્પો F9 પ્રોના સનરાઈઝ્ડ રેડ અને 64GBવાળા વેરિએન્ટને તમે 2400 રૂપિયાના કેશબેક ડિસ્કાઉન્ટની સાથે ફક્ત 23,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની વાસ્તવિક કિંમત 25,990 રૂપિયા છે. જો તમારી પાસે અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અથવા કોટક બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો તમે 10 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ સિવાય ફોન સાથે એક્સચેન્જ અને લો કૉસ્ટ EMI ઑફર પણ જોડાયેલી છે.

આ ફોન સિવાય તમે સેમસંગ, ઑનર, મોટોરોલા, લેનોવો, કૂલપેડ, નોકિયા અને લાવાના ફોન પર પણ ભારે કેશબેક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!