GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ઉતર ભારત ‘ટાઢત્વમાં’ લીન : કારગીલનું દ્રાસ માઇનસ 30.2 ડિગ્રીએ થીજી ગયું

ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. દિલ્હીમાં આજે લઘુતમ ૫.૮ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જે સામાન્ય કરતા સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.  ૧૯૯૭ પછી દિલ્હીમાં પ્રથમ વખત શીત લહેર આટલા લાંબા સમય સુધી ચાલશે કારણકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાનીમાં હજુ પણ તાપમાન ઘટી શકે છે.  દિલ્હીના અનેક વિસ્તારોમાં ૧૪ ડિસેમ્બરથી સળંગ ૧૩ દિવસ ઠંડા દિવસો જોવા મળ્યો છે જે ૧૯૯૭ પછીના સૌથી વધુ ઠંડા દિવસો છે. ૧૯૯૭માં સળંગ ૧૭ ઠંડા દિવસો જોવા મળ્યા હતાં.

ભારતીય હવામાન વિભાગના રિજિયોનલ ફોરકાસ્ટિંગ સેન્ટરના વડા કુલદીપ શ્રી વાસ્તવના જણાવ્યા અનુસાર જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય તો તેને ઠંડો દિવસ ગણવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે દિલ્હીમાં છેલ્લા ૧૩ દિવસથી મહત્તમ તાપમામન સામાન્ય કરતા ૪.૫ ડિગ્રીથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કારગીલના દ્રાસ સેક્ટરમાં આજે માઇનસ ૩૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જેના કારણે દ્રાસ સેક્ટર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સૌૈથી ઠંડો પ્રદેશ હતો. દ્રાસમાં આજે લઘુતમ તાપમાન માઇનસ ૩૦.૨ ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

હરિયાણાનું નરનોલ ૨.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનો ઠંડો પ્રદેશ હતો. પંજાબમાં ભટિન્ડા ચાર ડિગ્રી સેલ્સિયસ સાથે સૌૈથી ઠંડો વિસ્તાર રહ્યો હતો.  રાજસ્થાનમાં સતત ઠંડી વધી રહી છે. સિકર જિલ્લાના ફતેહપુરમાં આજે માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. માઉન્ટ આબુમાં આજે એક ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જયપુરમાં આજે લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

ભારતની LAC પર ચીને ગોઠવ્યું છે લશ્કર, અમેરિકાએ આપી આ ચેતવણી

Mansi Patel

1% વ્યાજ પર લોન મળશે, તાળાબંધીમાં રોકડ ખેંચમાં લોન મેળવવી અહીંથી ખૂબ જ સરળ છે

Dilip Patel

ટ્રાયલના બીજા તબક્કામાં કોરોના રસી 99% અસરકારક સાબિત, રશિયાને લાગી લોટરી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!