GSTV
Home » News » કઝાકિસ્તાન: લશ્કરી ડિપોમાં થયો ભયાનક વિસ્ફોટ, બેનાં મોત 40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા

કઝાકિસ્તાન: લશ્કરી ડિપોમાં થયો ભયાનક વિસ્ફોટ, બેનાં મોત 40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા

કઝાકિસ્તાનના દક્ષિણી શહેર એરિજના તુર્કીસ્તાન ક્ષેત્રમાં લશ્કરી ડેપોમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 165 લોકો ઇજાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આંતરિક મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ઘટના પછી 40 હજાર લોકોને સૈન્યની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.મંત્રાલયે જણાવ્યું હતું કે લશ્કરી એકમમાં લાગેલી આગને અંકુશમાં કરવી અશક્ય છે, કારણ કે સતત ધમાકા થઈ રહ્યા છે.

એરિજમાં ફાયરફાઈટરના 23 જૂથો સક્રિય છે. લોકોને બહાર લાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2815 લોકોને ખતરનાક સ્થળોથી ખાલી કરવામાં આવ્યા છે. 40 હજારથી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા.સંરક્ષણ પ્રધાન એન. યેરમેકબાયેવ જણાવ્યું છે કે સુરક્ષા એકમમાં લશ્કરી ઉપકરણો રાખવામાં આવ્યા છે. 1200 સૈનિકો નાગરિકોને ખાલી કરવા માટે કામ કરી રહ્યા છે. સરકારે તુર્કિસ્તાનના ક્ષેત્રમાં કટોકટી જાહેર કરી છે. આરોગ્ય પ્રધાન યેલ્જાન બ્રિટનોવએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં 165 લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું નિધન, અંતિમ સમયમાં પણ ન છોડ્યો કવિતાનો સાથ

Kaushik Bavishi

શેરબજારમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં કરોડો રૂપિયાનું થયું ધોવાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!