GSTV

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

સર્ટિફિકેટ

Last Updated on December 8, 2021 by Bansari

સરકારે કેન્દ્ર સરકારના પેન્શનરો (Pensioners) માટે લાઇફ સર્ટિફિકેટ (Pensioners Life Certificate) જમા કરવાની તારીખ લંબાવી છે. સરકારે કહ્યું કે કોરોના મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સર્ટિફિકેટ

છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર સુધી લંબાવી

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હવે કેન્દ્ર સરકારના પેન્શનધારકો 31 ડિસેમ્બર સુધી તેમનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે. પહેલા આ તારીખ 30 નવેમ્બર હતી. તેમણે કહ્યું કે કોરોના મહામારીની અસરને ધ્યાનમાં રાખીને સરકારે આ છૂટ આપવાની જાહેરાત કરી છે.

ઓનલાઈન પણ જમા કરાવી શકાય છે લાઇફ સર્ટિફિકેટ

રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પેન્શન મેળવતા લોકો 31 ડિસેમ્બર સુધી બેંકની શાખાઓમાં જઈને અથવા ડિજિટલ રીતે ઓનલાઈન સિસ્ટમ દ્વારા લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરતી બેંકોને તેમની શાખાઓમાં ભીડને ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

સર્ટિફિકેટ

દર વર્ષે જમા કરાવવુ પડે છે લાઇફ સર્ટિફિકેટ

તમને જણાવી દઈએ કે પેન્શનધારકોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમની બેંક શાખામાં જઈને પેન્શનર્સનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. આ સર્ટિફિકેટ એટલા માટે સબમિટ કરવામાં આવ્યું છે કે તેના મૃત્યુ પછી, પરિવારના બાકીના સભ્યોને અયોગ્ય રીતે પેન્શન મળતું ન રહે.

GSTV

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!