GSTV

ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, ફરી વધી આ યોજનાની ડેડલાઈન, જાણો સમગ્ર માહિતી

ડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા વિવાદોના સમાધાન માટે કેન્દ્ર સરકારે એક યોજના શરૂ કરી હતી. આ યોજનાનું નામ છે વિવાદથી વિશ્વાસ છે હવે આ યોજનામાં ટેક્સપેયર્સને રાહત મળી છે.

સીબીડીટીની અધિસૂચના પ્રમાણે આ યોજના હેઠળ ચૂકવણીની સીમા 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. આ ત્રીજી તક છે જ્યારે યોજના હેઠળ ચુકવણી માટે સમય સીમામાં વધારો થયો છે.

ઓફિશીયલ નિવેદન પ્રમાણે વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ કેસ નીપટાવવા ઈચ્છુક કરદાતાઓને આગળ વધુ રાહત દેવા માટેના ઉદ્દેશથી સરકારને કોઈ કારણ વગર જ રાશીની ચુકવણીની સમય સીમા 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ, 2021 કરી દીધી છે. જો કે, આ ચુકવણી માત્ર કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં કરવામાં આવી શકશે.

નાણાકીય સચિવ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે, આ યોજનાથી ટેક્સપેયર્સને લાભ અને તેની સુવિધા માટે છે કારણ કે, તેના માધ્યમથી તુરંત વિવાદોનું સમાધાન કરી શકાય છે. તેના કારણે કેસની રકમ બચશે. સાથે જ દંડ, વ્યાજ અને અભિયોજનાથી તેને રાહત મળશે અને મૌદ્રિક લાભ થશે.

આ યોજના 17 માર્ચ, 2020થી અમલમાં આવી હતી. અગાઉ, યોજના હેઠળ ઘોષણા અને ચુકવણી માટેની અંતિમ મુદત 31 માર્ચ, 2020થી વધારીને 30 જૂન, 2020 કરવામાં આવી હતી, જેથી કરદાતાઓને રાહત આપવામાં આવે. બાદમાં તેને વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી. અગાઉની ઘોષણા અને ચુકવણી બંને 31 ડિસેમ્બર 2020 સુધીમાં કરવાની રહેશે.

Related posts

અમદાવાદ : ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર પાલીકાએ ફેરવ્યું જેસીબી

Nilesh Jethva

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળ ગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજા-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!