GSTV

શું તમે પણ સમયસર આયકર રિટર્ન દાખલ નથી કરી શક્યા? તો જાણો હવે કેટલો ભરવો પડશે દંડ

મોદી સરકાર

નાણાકિય વર્ષ 2019-20 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 હતી. એક સત્તાવાર આદેશ જાહેર કરતા આયકર વિભાગે કર રિટર્ન દાખલ કરવા માટે આ તારીખને આગળ વધારવાના અનુરોધને ખારિજ કરી દીધુ છે. કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ધ્યાન રાખતા સમય મર્યાદાને ઘણી વખત વધારવામાં આવી હતી. સામાન્ય રીતે આંકલન વર્ષનું આયકર રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ આ વર્ષે તેને ત્રણ વખત વધારવામાં આવી હતી.

આયકર રિટર્નની સંખ્યા વધી

આ વર્ષે આયકર રિટર્ન દાખલ કરનાર લોકોની સંખ્યા લગભગ 5 ટકા વધીને 6 કરોડ સુધી પહોંચી ગઈ છે. વધારે સંખ્યામાં કંપનીઓ અને એકમો દ્વારા ભરવામાં આવેલ રિટર્નના કારણે આયકર રિટર્નની સંખ્યા વધી છે. આયકર વિભાગના મત પ્રમાણે 31 માર્ચ 2020ના સમાપ્ત નાણાકિય વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી સુધી 5.95 કરોડથી વધારે આયકર રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રીતે આયકર રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 10 જાન્યુઆરી સુધી હતી. જ્યારે કે, કંપનીઓ માટે આ 15 ફેબ્રુઆરી છે.

અત્યારે પણ ભરી શકો છો આયકર રિટર્ન

જો તમે પોતાનું આયકર રિટર્ન અત્યાર સુધી દાખલ કર્યુ નથી તો, પણ તમારી પાસે મોડેથી ITR દાખલ કરવાનો સમય છે. અંતિમ તારીખ બાદ દાખલ કરવામાં આવેલ આયકર રિટર્નને બિલેટેડ રિટર્નના રૂપમાં ઓળખવામાં આવે છે.

કેટલો લાગશે દંડ?

જો તમે બિલેટેડ રિટર્ન દાખલ કરી રહ્યા છો, તો તમારે મોડેથી રિટર્ન જમા કરવાનો દંડ આપવાનો રહેશે. અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી આગળ વધારી દેવામાં આવી હતી. તેથી દંડ 10 હજાર રૂપિયા હશે. સામાન્ય રીતે દર વર્ષે આયકર રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ સંબંધિત આંકલન વર્ષની 31 જુલાઈ હોય છે. જો તમે ITR મૂલ્યાંકન વર્ષના 31 ડિસેમ્બર સુધી દાખલ કરો છો, તો તમારે 5 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. તો મૂલ્યાંકન વર્ષના 31 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે રિટર્ન દાખલ કરવા પર 10 હજાર રૂપિયા દંડના રૂપમાં આપવાના રહેશે.

કરની સાથે દંડ આપવાનો રહેશે

નાના કરદાતાઓ માટે (જેમની આવક 5 લાખ રૂપિયા સુધી છે) 31 માર્ચ સુધી ITR દાખલ કરવાના કેસમાં 1 હજાર રૂપિયાનો દંડ લાગુ હોય છે. નિર્ધારિત ITR જમા કરતા પહેલા તમારે કરની સાથે દંડ આપવાનો રહેશે. ધ્યાન રહે કે, તમે કોઈપણ કારણથી બિલેટેડ રિટર્ન પર દંડ આપવાથી બચી શકશો નહી દંડની ચૂકવણી સિવાય તમારે ITR ફાઈલ કરવા સુધી દર મહીને નક્કી કર પર વ્યાજની ચૂકવણી પણ કરવાની હોય છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!