GSTV
Ajab Gajab Trending

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

ફિલ્મોમાં તમે મરેલા લોકોને ફરીથી જીવતા થતા જોયા હશે. આમ જો વાસ્તવિકતામાં થવા લાગે તો કોઇના પણ હોશ ઉડી જાય છે. પેરુમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને દરેક લોકો હેરાન થઇ જાય છે. આ કાર અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું તેને દાટવાની તૈયારી ચાલી રહી હતી . જણાવી દઇએ કે મહિલાના મોત પર જયારે પરિજનો આંસુ વહાવતા હતા તે જ સમયે તાબૂતની અંદરથી અવાજ આવ્યો અને મહિલા ઉઠી ગઇ.

તાબૂત

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે પેરુમાં રહેવાવાળી મહિલાની ઓળખ ઇસાબેલ સેસપેડેસ કૈલાકાના રૂપમાં થઇ છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં ઇસાબેલનો જીવ ગયા બાદ લોકો તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ એક ચમત્કાર થયો જેને જોઈને ત્યાં હાજર બધા જ લોકો દંગ થઇ ગયા. જે મહિલાનું મોત થયું હતું તે તરત જ બહાર આવી ગઇ.

તેની સાથે પરિવારના કેટલાક બીજા સભ્યો પણ હતા. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. ડોકટરે રોજા ઇસાબેલ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિને મૃત ઘોષિત કર્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના 26 એપ્રિલની છે.

કબ્રસ્તાનમાં કેયર ટેકરે જયારે તાબૂત ખોલ્યું ત્યારે બધા જ હેરાન થઇ ગયા. રોજા ઇસાબેલ જીવતી હતી અને તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવી. જ્યાં તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી હતી. પરિવારજનોનું એવું માનવું છે કે બની શકે કે ઇસાબેલ કોમામાં હોય અને ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી હોય. અત્યારે પેરુની પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan

વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં

Hardik Hingu
GSTV