ઈન્દોરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં માનવતાને શરમાવે એવી ઘટના બની છે. મહિનાઓ સુધી સ્ટ્રેચર પર રાખેલા 20 દિવસથી શબ અંતિમવિધિની રાહ જોતા હાડપિંજર બની ગયા છે. વિગતો જાહેર થતાં મૃતદેહને ત્યાંથી કાઢી લેવામાં આવ્યા હતા. ભારે દુર્ગંધ છતાં કોઈએ પણ આ તરફ ધ્યાન આપ્યું નથી.

કોઈ પણ શબ વિશે બોલવા તૈયાર નથી. દોઢ ડઝન ફ્રીઝર્સ છે, તેમાંથી મોટાભાગના બંધ છે. જો પોલીસ દ્વારા કોઈ અજાણ્યો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે એમવાય હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. લોકોને ધ્રુજાવી મૂકે એવી તસવિરો વાયરલ થઈ રહી છે.

પોસ્ટ મોર્ટમ કર્યા પછી, લાશને અહીં ત્રણ દિવસ માટે રાખવામાં આવી છે. ડેડબોડીની ઓળખ ન કરવામાં આવે તો તે મહાનગર પાલિકા અથવા એનજીઓ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત શરીર જે હાડપિંજર બની ગયું છે તેનું પીએમ થયું નથી કે કોઈ પ્રક્રિયા થઈ. તેને સ્ટ્રેચર પર લાવવામાં આવ્યું અને પછી ત્યાંજ રાખી દેવામાં આવ્યો હતો.

આ કેસમાં કેઝ્યુઅલ ઇન્ચાર્જને નોટિસ આપવામાં આવી છે અને જો બેદરકારી આવે તો કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ