GSTV

14 વર્ષમાં એક જ પરિવારના 6 લોકોની એક સરખી હત્યા થતા પોલીસને કબર ખોદવાનો વારો આવ્યો

Last Updated on October 6, 2019 by Arohi

સબંધીઓએ શંકા વ્યક્ત કરતા એક પરિવારના છ સદસ્યોના હાડપિંજરને ખોદીને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક સ્થાનીક કોર્ટે ક્રાઈમ બ્રાન્ચને અનુમતિ આપી કે તે આ મૃતદેહને ખોદીને બહાર કાઢી શકે. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2002થી લઈને 2016ની વચ્ચે એક જેવી પરિસ્થિતિમાં આ બધાની ભોજન કર્યા બાદ મોત થઈ ગઈ હતી. અન્નમા થોમસની 2002માં અને તેના પતિ ટોમ થોમસના છ વર્ષ બાદ 2008માં મોત થઈ હતી. બાદમાં તેમના દિકરા રોય થોમસની 2011માં મોત થઈ હતી.

અનમ્માના ભાઈ મૈથ્યૂ 2014માં અને અન્ય સંબંધી એક મહિલા અને તેમના વર્ષના બાળકની 2016માં મોત થઈ હતી. અધિકારીએ જણાવ્યું, ‘અમને ફરિયાદ મળી કે જમીન પચાવી પાડવા માટે તેમના મોતની સાજીશ રચવામાં આવી. અમે તેની દરેક રીતે તપાસ કરી રહ્યા છીએ.’ આ બધાએ મોત પહેલા બેચેનીની ફરિયાદ કરી હતી. રોયના શબના પોસ્ટમોર્ટમથી સાઈનાઈડના ભાગ મળ્યા હતા અને આ મોતને આત્મહત્યા સમજવામાં આવતી હતી.

શંકા ગયા બાદ મામલો દાખલ કરવામાં આવ્યો. એ વાત સામે આવી કે ટોમની જમીન પર કબજો કરવા માટે એક સંબંધીએ તેની ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા છે. અનમ્માના એક અન્ય દિકરા રોજોએ જમીન પચાવી પાડવાની ફરિયાદ દાખલ કરાવી જે અમેરિકામાં રહે છે.

Read Also

Related posts

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!