GSTV

આઇપીએલમાં ડી વિલિયર્સનો ઝંઝાવાત, અશક્યને આ રીતે કરી દીધું શક્ય

સાઉથ આફ્રિકાના આક્રમક બેટસમેન એબી ડી વિલિયર્સે અત્યંત આક્રમક બેટિંગ કરીને શનિવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને અશક્ય લાગતો વિજય અપાવી દીધો હતો. રાજસ્થાન રોયલ્સના 177 રનના સ્કોર સામે રમતી બેંગલોરની ટીમને છેલ્લી ચાર ઓવરમાં 54 રનની જરૂર હતી. ડી વિલિયર્સે ઝંઝાવાતી અડધી સદી ફટકારતાં બેંગલોરે છેલ્લી ઓવરના ચોથા બોલે જ મેચ જીતી લીધી હતી. સાત વિકેટના વિજય સાથે બેંગલોર હવે પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે.

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતાં તેની 20 ઓવરમાં છ વિકેટે 177 રન નોંધાવ્યા

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતાં તેની 20 ઓવરમાં છ વિકેટે 177 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 19.4 ઓવરમાં ત્રણ વિકેટે 179 રન કરી લીધા હતા. કેપ્ટન વિરાટ કોહલી 32 બોલમાં 43 રન ફટકારીને આઉટ થયો ત્યાર બાદ ડી વિલિયર્સે જવાબદારી સંભાળી લીધી હતી. એક તબક્કે  આ સ્કોર વટાવવો અઘરો લાગતો હતો. પરંતુ સાઉથ આફ્રિકાના આ બેટ્સમેનના દિમાગમાં અલગ જ રમત રમાતી હતી. તેણે છ સિક્સર ફટકારી દીધી હતી. ડી વિલિયર્સ 22 બોલમાં 55 રન ફટકારીને અણનમ રહ્યો હતો.

ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને જ ડી વિલિયર્સે ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો

હકીકતમાં ઇનિંગ્સની 19મી ઓવર જયદેવ ઉનડકટે ફેંકી હતી જેમાં પહેલા ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને જ ડી વિલિયર્સે ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. ગુરકિરાટ સિંઘ 19 રન સાથે અણનમ રહ્યો હતો. અગાઉ રાજસ્થાન રોયલ્સ માટે સ્ટિવ સ્મિથે તેનું ફોર્મ પરત મેળવીને 57 રન ફટકાર્યા હતા તો રોબિન ઉથપ્પાએ  રન નોંધાવ્યા હતા.

READ ALSO

Related posts

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!