GSTV
Home » News » Movie Review : ફૂલ પૈસા વસૂલ અને કોમેડી-ડ્રામાની કૉકટેલ છે અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’

Movie Review : ફૂલ પૈસા વસૂલ અને કોમેડી-ડ્રામાની કૉકટેલ છે અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’

ફિલ્મ: દેદે પ્યાર દે
કલાકાર: અજય દેવગન, તબ્બુ, રકુલ પ્રીત સિંહ, જાવેદ જાફરી, આલોક નાથ, જિમી શેરગીલ
નિર્દેશન: આકિવ અલી  
મૂવી ટાઇપ: ડ્રામા, કોમેડી

જો તમારી વાઇફ તમારાથી 10 વર્ષ નાની હોય તો તેને ઉંમરનો ગેપ કહેવામાં આવશે પણ જો 25 વર્ષનો ગેપ હોય તો તેને  જનરેશન ગેપ કહેવાશે, આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘દે દેપ્યાર દે’  પણ આજ મેસેજ દઇ રહી છે. આ ફિલ્મ લંડનમાં રહેનારા 50 વર્ષના બિઝનેસમેન આશીષની (અજય દેવગન) સ્ટોરી છે. તે પોતાની પત્ની મંજુ એટલે તબુ જે ઇન્ડિયામાં રહે છે અને બાળકોથી ઘણાં વર્ષોથી અલગ થઇ ગયા છે. એક દિવસ તેની લાઇફમાં તેની બેટીની ઉંમરની સુંદર છોકરી આયેશાની (રકુલના) એન્ટ્રી થાય છે. આ જોડીને જોઇને આશીષનો ડોક્ટર મિત્ર રાજેશ (જાવેદ જેફરી) તેને સમજાવે છે કે, જવાન છોકરીઓ ઉંમરલાયક અને ધનિક લોકોની દોલત હડપવા માટે આવા સંબંધો બનાવે છે.

આ છતાં આશીષ અને આયેશા એક બીજાના ઘણી નજીક આવી જાય છે, જ્યારે લગ્ન સુધી વાત પહોંચી જાય છે ત્યારે આશીષ એકવાર પોતાની પત્નિ અને બાળકોને મળવા માટે ઇન્ડિયા લઇ આવે છે. ત્યાર બાદ આશીષને પોતાની જવાબદારીનો અનુભવ થાય છે, જ્યારે તેને જાણ થાય છે કે, તેના બાળકોના લગ્નની વાત ચાલી રહી છે. લાસ્ટમાં આયેશા સાથે નવી લાઇફ સ્ટાર્ટ કરે છે. આગળની સ્ટોરી જાણવા માટે તમારે થિયેટર્સમાં જવુ પડશે. 

ફિલ્મ રિવ્યુ: ફિલ્મમાં હંમેશાની જેમ ખુબ સારી એક્ટીંગ કરી છે. ખાસ કરીને તેમણે પોતાની ઉંમરના રોલને લઇને સાદગી સાથે જીવ્યા છે. તબ્બુએ ફરી એકવાર જણાવી દીધુ કે, તેને એક્ટીંગનો પાવર હાઉસ કેમ કહેવામાં આવે છે. રકુલ પ્રીતે પણ પોતાના રોલને ખુબ સારી રીતે નિભાવ્યો છે. ડાયરેક્ટર આકિવ અલીએ એક નવા જોનર સાથે રિલેશનશીપને એક્સપ્લોર કર્યો છે. જેમાં એક પિતા પોતાની પુત્રીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તો બીજી બાજુ તેનો થનારો પુત્ર પણ પોતાની થનારી મમ્મીને લાઇન મારતો હોય છે. તો બીજી બાજુ તેની અસલી મમ્મી પતિની ખુશી માટે તેને સપોર્ટ કરતી હોય છે.

ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને હસાવશે, સેંકન્ડ હાફ સ્ટોરીમાં ઘણાં ટ્વીસ્ટ આવે છે. ફિલ્મ જોતા તેનો ક્લાઇમેક્સ ખબર પડી જાય છે.  મ્યુઝિકની વાત કરીએ તો હોલી હોલી સોન્ગ ઘણો પસંદ કરવામાં આવી રહ્યું છે. રેડિયો મિર્ચી ટોપ ચાર્ટમાં તે 10માં નંબર પર છે. ફિલ્મને IMDB પર પસંદ કરવામાં આવી રહ્યું છે. જો તમે નવા ટાઇપના લવ રિલેશનને ઇન્જોય કરવા માગો છો તો આ ફિલ્મ તમે જરુર જોઇ શકો છો. 

Read Also

Related posts

ભાજપના આગેવાનોએ ફરિયાદ કરતાં ગાંધીનગરથી આવ્યો ઓર્ડર, આખે આખી કોંગ્રેસ બોડી સસ્પેન્ડ થઈ ગઈ

Mayur

તારક મેહતા.. ને વધુ એક ઝટકો, આ એક એક્ટ્રેસે પણ ઓછી ફી મળવાના કારણે છોડ્યો શો

NIsha Patel

પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને હત્યાના પ્રયાસમાં નરાધમને ટળી ફાંસી, મળી આજીવન કેદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!