દેશભરમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના સંક્રમણને લઈ ચિંતાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે આ વાયરસના સંક્રમણ અંગે આવતીકાલે શનિવારે દિલ્હીમાં DDMA બેઠક યોજાવાની છે. આવતીકાલે એટલે કે શનિવારે લેફ્ટનન્ટ ગર્વનરના નેતૃત્વમાં બેઠક યોજાશે. જોકે દિલ્હી સરકારે શુક્રવારે જ હેલ્થ એડવાઈઝરી જારી કરી દીધી છે.

આવતીકાલે લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વમાં બેઠક યોજાશે
દિલ્હી પર આ વાયરસનું જોખમ વધી શકે છે. આ વાયરસના ચેપને ધ્યાને રાખીને દિલ્હીમાં ફરી એકવાર લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બની શકે છે. આ વાયરસના સંક્રમણ અંગે આવતીકાલે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠક યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વમાં બેઠક યોજાશે. જોકે દિલ્હી સરકારે શુક્રવારે જ હેલ્થ એડવાઈઝરી જારી કરી છે.
વાયરસના કેસ શોધવા માટે ઝડપી ટેસ્ટિંગ હાથ ધરવા આદેશ
દિલ્હીમાં આ વાયરસના ખતરા અંગે દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે જણાવ્યું કે, સામાન્ય રીતે માર્ચના અંત સુધીમાં આ વાયરસના કેસમાં ઘટાડો થાય છે. જો કે આ વખતે મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીના આરોગ્યમંત્રીએ શુક્રવારે કહ્યું કે, શહેરની સરકારે અધિકારીઓને દિલ્હીમાં આ વાયરસના કેસ શોધવા માટે ઝડપી ટેસ્ટિંગ હાથ ધરવા આદેશ આપ્યો છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા સંબંધિત એડવાઈઝરી જારી કરાઈ
દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના સંક્રમણના વધતા ખતરાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરાઈ છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે જણાવ્યું કે, જે લોકોને ગંભીર અસ્થમા અથવા કોવિડ છે, તે લોકો H3N2 ઈન્ફલ્યુએન્ઝાના ઝપેટમાં આવ્યા… એડવાઈઝરીમાં જણાવાયું કે, 5 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. બીજી તરફ દિલ્હીના આરોગ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે 6 રાજ્યોને કોવિડ એડવાઇઝરી જારી કરી છે, તેમાં દિલ્હીનો સમાવેશ નથી.
READ ALSO
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ