GSTV

આ 8 દેશોમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફરીથી રીલીઝ થશે, જાણો 25 વર્ષ પહેલા આ ફિલ્મે કેટલી કમાણી કરી હતી

Last Updated on October 24, 2020 by Mansi Patel

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 20મી ઓક્ટોબરના રોજ 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી હતી. મુંબઈના મરાઠા મંદિરમાં 1200 સપ્તાહ પૂરા કરનારી ડીડીએલજે હવે યુરોપના દેશો સહિત 8 દેશોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે.

ફિલ્મના નિર્માતા યશ રાજ ફિલ્મ્સે ટવિટર દ્વારા આ માહિતી શેર કરી છે, તે મુજબ આ ફિલ્મની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવા માટે ડીડીએલજેને યુકે, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ ,સ્વિડન, મોરેશિયસ, ફિનલેન્ડ, એસ્ટોનિયા અને સ્પેનમાં 30મી ઓક્ટોબરે રિલીઝ થશે. આ અગાઉ લંડનમાં ફિલ્મની 25 વર્ષની ઉજવણી માટે શાહરુખ ખાન અને કાજોલના પાત્રો રાજ અને સિમરનની પ્રતિમાની મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.

20મી ઓક્ટોબર 1995ના રોજ રિલીઝ થયેલી ડીડીએલજેનું દિગ્દર્શન આદિત્ય ચોપરાએ કર્યું હતું. આ તેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખ અને કાજોલ ઉપરાંત અમરીશ પુરી, અનુપમ ખેર, ફરીદા જલાલ, મંદિરા બેદી અને પરમિત સેઠીએ મહત્વના પાત્રો ભજવ્યાં હતાં. આદિત્યના નાના ભાઈ ઉદય ચોપરાએ આ ફિલ્મમાં સહાયકની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મનું સંગીત જતીન-લલિત દ્વારા આપવામાં આવ્યું હતું, જે ખૂબ જ પ્રખ્યાત થયું હતું. 1990ના દાયકા દરમિયાન ડીડીએલજેના નિર્માણ માટે લગભગ ચાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે આ ફિલ્મે વિશ્વભરમાં 102.50 કરોડની કમાણી કરી હતી, જેમાંથી 13.50 કરોડ ફક્ત વિદેશથી આવ્યા હતા. આ ફિલ્મે શાહરુખ ખાનને એનઆરઆઈમાં એકદમ લોકપ્રિય બનાવી દીધો હતો.

READ ALSO

Related posts

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Pritesh Mehta

IPL 2021 / દિલ્હી જીત સાથે ટોપ પર: રાજસ્થાનને 33 રન હરાવ્યું, રોયલ્સને સંજુ સેમસનની ફિફ્ટી કામ ન આવી

Zainul Ansari

આ તે વળી કેવી પરંપરા…? એક નિર્દોષ વ્યક્તિનો ચાલ્યો ગયો જીવ, ડોક્ટર પણ જીભ અને ગળું જોઈને રહી ગયા હેરાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!