GSTV

ડીજીટલ ઈન્ડિયાની વાતો માત્ર સુફિયાણી! 138 દેશોમાં ભારતનો ‘ડેટા સ્પીડ’ અત્યંત સ્લો,આતંકીસ્તાન કરતા પણ પાછળ

વિશ્વમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ભારતને 138માંથી 131મો ક્રમ મળ્યો હતો. અહેવાલ પ્રમાણે ભારત કરતાં તો પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. ઓકલાના સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં જણાયું હતું કે ભારતમાં માત્ર 10.65 એમબીપીએસની સ્પીડ છે, જ્યારે દુનિયાની એવરેજ 35 એમબીપીએસ છે.

દુનિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 35 એમબીપીએસ જ્યારે ભારતની માત્ર 10.65

સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્ષમાં 138 દેશોના મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ માપીને રેન્ક અપાયો હતો. 138માંથી ભારતને 131મો ક્રમ મળ્યો હતો. ‘ડિજિટલ ઈન્ડિયા’ની સ્પીડ 10.65 એમબી પ્રતિ સેકન્ડ હતી. દુનિયામાં સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 35 મેગા બાઈટ પર સેકન્ડ નોંધાઈ હતી. ભારત કરતાં પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ આવે છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ 13.08 એમબીપીએસ હતી અને પાકિસ્તાનને 118મો ક્રમ મળ્યો હતો. શ્રીલંકાને 22 એમબીપીએસની સ્પીડ સાથે 83મો નંબર મળ્યો હતો. નેપાળ ભારત કરતા એક ક્રમ આગળ રહ્યું હતું. નેપાળમાં 10.78 એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી.

ભારત કરતાં પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં વધારે સારી સ્પીડ

ત્યારે બીજી તરફ આ મામલે વિશ્વનાં આ દેશે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમાં સાઉથ કોરિયાનું નામ આવે છે. સાઉથ કોરિયામાં 121 એમબીપીએસની સ્પીડ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયા 66.45 એમબીપીએસની સ્પીડ સાથે બીજા નંબરે હતું. સાઉથ કોરિયામાં બીજા ક્રમના ઓસ્ટ્રેલિયા કરતાં બમણી ઝડપ આવે છે.

સાઉથ કોરિયામાં 121 એમબીપીએસની સ્પીડ નોંધાઈ

કતાર, નોર્વે અને યુએઈ મોબાઈલ ઈન્ટરનેટની બાબતે અનુક્રમે  ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા. અમેરિકાનો સમાવેશ ટોપ-10માં થયો ન હતો. 36.23 એમબીપીએસની સ્પીડ સાથે અમેરિકાને 35મો રેન્ક અપાયો હતો.

પાછલા રેન્ક્સમાં ભારતની આસપાસ કંબોડિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ, જોર્ડન જેવા દેશોના નામ હતા. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે દરરોજ સરેરાશ સસ્તા ડેટા આપવાની બાબતમાં ભારત આગળ પડતું છે. ભારતમાં મહિને સરેરાશ 50થી 60 જીબી મોબાઈલ ઈન્ટરનેટ ડેટા ગ્રાહકને મળે છે, પરંતુ એ પૂરૂં કરવા જેટલી સ્પીડ અવેલેબલ નથી.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!