GSTV
Home » News » વિરેન્દ્ર સેહવાગના  ક્રિકેટના યોગદાનને ધ્યાનમાં લઇને કરવામાં આવશે આ સન્માન

વિરેન્દ્ર સેહવાગના  ક્રિકેટના યોગદાનને ધ્યાનમાં લઇને કરવામાં આવશે આ સન્માન

દિલ્હી અને દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (DCA)એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક ગેટનું નામ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. કોટલા મેદાનના ગેટ નંબર 2ને 31 ઑક્ટોબરના સેહવાગના નામ પર રાખવામાં આવશે. આના એક દિવસ પછી ભારતીય ટીમ અહીંયા ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ સીરિઝની પહેલી T-20 મેચ રમશે.

DCAના વહીવટી ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) વિક્રમજીત સિંહે એક નિવેદન આપતા કહ્યું કે, ”પૂર્વવર્તી મેનેજમેન્ટ વિરેન્દ્ર સેહવાગની સિદ્ઘિઓને ધ્યાનમાં રાખીને ગેટ નંબર 2 તેના નામે રાખવાનો નિર્ણય કર્યો હતો, જેનો હું અમલ કરી રહ્યો છું.” તેમણે કહ્યુ કે, ”આ દિલ્હી ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટરોને યોગદાન આપવા માટેની કેટલીક પહલની શરૂઆત છે.”

DCA ના અન્ય દિગ્ગજોના નામોનું મૂલ્યાંકન અને આવેદન કરવા માટે સમિતિ રચવામાં આવી. આમાં એવા ઘણા દિગ્ગજો શામેલ હતા, જેમના યોગદાનને માન્યતા મળવી જોઈએ અને સ્ટેડિયમના જુદા-જુદા ભાગોમાં તે દેખાવવા જોઈએ.

પાકિસ્તાનની વિરુદ્ઘ વર્ષ 1999માં વનડે મેચમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર વીરુએ 104 ટેસ્ટ, 251 વનડે અને 19 T-20 મેચ રમી છે. ટેસ્ટ મેચમાં તેમણે 49.34ની અવરેજથી 8586 રન કર્યા છે, જેમાં 23 સેન્ચુરી શામેલ છે. 251 વનડે મેચમાં તેમણે 8273 રન કર્યા,  જેમાં 219 રન તેનો બેસ્ટ સ્કોર હતો. ભારત માટે વનડેમાં સચિન અને રોહિત શર્મા સિવાય વિરેન્દ્ર સેહવાગે ડબલ સેન્ચુરી કરી છે.T-20 વર્લ્ડકપ 2007માં ચેમ્પિયન રહેલી ભારતીય ટીમનો ભાગ રહેલા વીરુએ T-20 મેચમાં 394 રન કર્યા છે. સેહવાગે પોતાની ઑફ સ્પિન બૉલિંગથી ટેસ્ટમાં 40 અને વનડેમાં 96 વિકેટ પોતાના નામે કરી છે.

Related posts

કરારી હાર પછી ડુ પ્લેસિસ બોલ્યા- ભારતને સ્વદેશમાં હરાવવું ખૂબજ મુશ્કેલ, જાણો શું કહ્યું

pratik shah

આ પાંચ ખેલાડીઓ કે જેમણે દક્ષિણ આફ્રિકાની સામે ફટકારી છે સૌથી વધુ સદીઓ

Kaushik Bavishi

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સુપરમેન બન્યા સાહા, હવામાં છલાંગ લગાવી પક્ડ્યો ચોકાવનારો કેચ 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!