GSTV
Home » News » બળાત્કારના કેસો વધતા સ્વાતિનું મોદી સરકાર સામે એલાને જંગ : મરીશ પણ નહીં ઝૂકીશ, મૂકી આ શરતો

બળાત્કારના કેસો વધતા સ્વાતિનું મોદી સરકાર સામે એલાને જંગ : મરીશ પણ નહીં ઝૂકીશ, મૂકી આ શરતો

હૈદરાબાદમાં એક વેટર્નરી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને એની ક્રૂર હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય મહિલા પંચની દિલ્હી શાખાના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આજથી આમરણ ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી હતી.

આજે મંગળવારે સવારે એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે જ્યાં સુધી બળાત્કારીઓને ફાંસીની સજા નહીં કરો ત્યાં સુધી હું ઉપવાસ છોડીશ નહીં. 

તેમણે પત્રમાં એવી માગણી પણ કરી હતી કે દિલ્હી પોલીસને 66 હજાર જવાનો તરત આપો અને દિલ્હીમાં 45 ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરો. હૈદરાબાદના બળાત્કારીઓને તત્કાળ મોતની સજા કરો. મારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હું આમરણ ઉપવાસ છોડીશ નહીં.

સ્વાતિએ લખ્યું હતું કે દેશભરમાં આવી કડક વ્યવસ્થા થવી જોઇએ. દિલ્હી પોલીસ કે કોઇ પણ પ્રધાન યા નેતા મારા આમરણ ઉપવાસ તોડાવી નહીં શકે.  મહિલાઓના રક્ષણ માટે તત્કાળ વ્યવસ્થા કરો. ત્યાં સુધી હું ઉપવાસ છોડીશ નહીં.

Read Also

Related posts

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva

ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કોર્ટ વધુ બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!