DCGI ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કોવિશિલ્ડ અને કોવેક્સીનના ખુલ્લા બજારમાં વેચાણની ભલામણ કરી છે. માહિતી અનુસાર, DCGIની નિષ્ણાત સમિતિએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી. જે બાદ હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની ભલામણ કરી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવિશિલ્ડ રસી માટે સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે અરજી કરી હતી, જ્યારે ભારત બાયોટેકે પણ થોડા સમય પહેલા કોવેક્સિનને સંપૂર્ણ માર્કેટિંગ માટે અરજી કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર કહ્યું હતું કે, ભારત સરકાર પાસે હવે પૂરતો ડેટા છે કે તે સંપૂર્ણ બજાર અધિકૃતતા પર વિચાર કરી શકે.
DCGI's Subject Expert Committee (SEC) recommends regular market authorisation to Covishield and Covaxin: Sources
— ANI (@ANI) January 19, 2022
કોવાશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનનો ઉપયોગ હાલમાં દેશના કોરોના રસીકરણ અભિયાનમાં થઈ રહ્યો છે.
તે જ સમયે, ભારત બાયોટેકે અગાઉ કહ્યું હતું કે, તેમની COVAXIN હવે પુખ્ત વયના અને બાળકો માટે એક જ રસી તરીકે ઉપયોગ કરી શકાય છે. કંપની સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે, અમે કોરોના સામે વૈશ્વિક રસી વિકસાવવા માટે જે રિઝોલ્યુશન લીધું હતું તે પૂર્ણ થયું છે. આ રસી બનાવવા અને લાઇસન્સ આપવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ કોવિડ-19 સામે 77.8 ટકા અસરકારક સાબિત થઈ છે. આ રસી ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2% અસરકારક છે અને તમામ પ્રકારના કોરોના વાયરસ સામે 70.8 ટકા અસરકારક છે, જે દેશમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરકારક હતી. માહિતી અનુસાર, દેશમાં નિર્મિત આ રસી કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે 93.4 ટકા અસરકારક છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં