GSTV

વેક્સિન: રૂશની સ્પુતનિક લાઈટ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI તરફથી મળી મંજૂરી

રસીકરણ

Last Updated on September 15, 2021 by Bansari

કોરોના વિરુદ્ધ લડવા માટે વેક્સિન સૌથી મોટુ હથિયાર છે. દેશમાં મોટી સંખ્યામાં લોકોને વેક્સિન લગાવામાં આવી રહી છે. ત્યારે હવે વેક્સિનને લઈને વધુ એક મોટા સમાચાર આવ્યા છે કે, રૂશની સ્પુતનિક વેક્સિનના સિંગલ ડોઝની ટ્રાયલને ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી છે. સ્પુતનિક લાઈટ વેક્સિન સિંગલ ડોઝ દર્દીઓને આપવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાએ સ્પુતનિક લાઈટના ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. ડીસીજીઆઈની મંજૂરી બાદ ભારતમાં લોકો પર તેની ત્રીજી ટ્રાયલ કરવામાં આવશે.

વેક્સીન

આ અગાઉ જૂલાઈ માસમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી ઓફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને સ્પુતનિક લાઈટ વેક્સિનના ત્રીજા તબક્કામાં ટ્રાયલની મંજૂરી આપવાનો ના પાડી દીધી હતી. કમિટીએ કહ્યુ હતું કે, સ્પુતનિક લાઈટ સ્પુતનિક વીના કંપોનેટ 1ની માફક છે. પહેલાથી જ ભારતમાં તેની ટ્રાયલ થઈ ચુકી છે.

વેક્સિન

જણાવી દઈએ કે, ડોક્ટર રેટ્ટી લેબે રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેંટ ફંડની સાથે ભાગીદારી કરી છે અને બંને મળીને સ્પુતનિક વી વેક્સિનના ત્રીજા તબક્કામાં ભારતમાં ટ્રાયલ કર્યું હતું. ડોક્ટર રેડીએ કહ્યુ હતું કે, તે સુરક્ષિત અને સારા આંકડા આપશે. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે, સ્પુતનિક લાઈટ કોરોના વિરુદ્ધ 78.6-83.7 ટકા સક્ષમ છે. જો કોરોનાની બે વેક્સિનની સરખામણીમાં સારી છે. આ સ્ટડી 40 હજાર અર્જેટીના નિવાસીઓ પર કરવામાં આવી હતી. સ્પુનિક લાઈટનો ઉપયોગ કરવાથી હોસ્પિટલમાં ભરતી થવાની શક્યતા 82.1 ટકા ઘટી જાય છે.

READ ALSO

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!