GSTV
Gujarat Government Advertisement

video: વિકેટ પર થ્રો ન લાગ્યો છતાં આઉટ થઇ ગયો ખેલાડી, IPLના ઇતિહાસમાં બીજીવાર બની આ વિચિત્ર ઘટના

Amit Mishra

Last Updated on May 9, 2019 by Alap Ramani

દિલ્હીએ બુધવારે વિશાખાપટ્ટનમના વાઇજેગ સ્ટેડિયમમાં રમાયેલી એલિમિનેટર મેચમાં હૈદરાબાદને 2 વિકેટે હરાવીને રોમાંચક જીત નોંધાવી. આ જીત સાથે જ હવે દિલ્હીની ટીમ ક્વોલીફાયર 2માં ચેન્નઇને ટક્કર આપશે.

આ મેચની અંતિમ ઓવર ઘણી રોમાંચક હતી. હકીકતમાં દિલ્હીને અંતિમ ઓવરમાં જીતવા માટે 5 રનની જરૂર હતી. ત્યારે જ ઓવરના ચોથા બોલ પર અમિત મિશ્રા વિચિત્ર રીતે આઉટ થઇ ગયો. જેને જોઇને સૌકોઇ દંગ રહી ગયાં.

અંતિમ ઓવરમાં જ્યારે દિલ્હીની ટીમને 3 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે અમિત મિશ્રા બોલ મિસ કર્યા બાદ નૉન સ્ટ્રાઇક તરફ દોડવા લાગ્યો પરંતુ તેણે પિચ પર ફિલ્ડર માટે અડચણ ઉભી કરી. જે કારણે થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. ખલીલ અહેમદનો થ્રો રોકવા માટે મિશ્રા વિકેટની આગળ આવ્યો હતો.

જણાવી દઇએ કે આઇપીએલના ઇતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું જ્યારે ખેલાડીઓને મેદાન પર આવી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો હોય. અગાઉ 2013માં યુસુફ પઠાણને પણ આ રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો છે. યુસુફ પઠાણ તે સીઝનમાં કલકત્તા તરફથી રમી રહ્યો હતો અને તેણે પુણે વૉરિયર્સ સામે એક મેચમાં રન લેતાં બોલને પોતાના પગથી માર્યો હતો.

ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 1 બોલ બાકી રહેતાં જ આ મેચ પોતાના નામે કરી. આ હાર સાથે જ આઇપીએલ 2019થી હૈદરાબાદની સફર પૂર્ણ થઇ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!