GSTV

DC vs KKR / રોમાંચક મેચમાં કોલકાતાએ મારી બાજી, દિલ્હીને અંતિમ ઓવરમાં હરાવી: ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ મુકાબલો

Last Updated on October 13, 2021 by Zainul Ansari

આજરોજ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. અંતે એક બોલ રહેતા કોલકાતાએ આ મેચ 3 વિકેટે જીતી લીધી છે. હવે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીએ કોલકાતાને જીતવા માટે 136 રનનો લક્ષ્ય આપ્યો હતો.

IPL 2021ના ક્વાલિફાયર 2માં કોલકાતા નાઇટ રાઇડર્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એકવાર અંતમાં આવી ફેલ થઈ છે અને 135 સ્કોરને બચાવી ન શકી. હવે કોલકાતાની ટીમ 15 ઓક્ટોબરના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ખિતાબ માટે રમશે. અંતિમ ઓવરમાં મેચ સંપૂર્ણપણે ફસાઇ ગઈ હતી, પરંતુ કોલકાતાના રાહુલ ત્રિપાઠીએ સિક્સર મારી પોતાની ટીમને જીત અપાવી છે. આ ત્રીજી વખત છે, જ્યારે કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચી છે.

કોલકાતાની ટીમને ખૂબ જ સારી શરૂઆત મળી હતી. ઓપનર શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે શાનદાર રમત રમી હતી. કોલકાતાની પહેલી વિકેટ 96 રને વેંકટેશ અય્યર તરીકે પડી હતી. એક સમયે એવું લાગતું હતું કે કોલકાતા આ મેચ આસાનીથી જીતે જશે. જોકે દિલ્હીના બોલરોએ વાપસી કરી હતી. મેચને રોમાંચક મોડ પર લાવી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 7 રન જોઇતા હતા અને આ ઓવરમાં અશ્વિને કોલકાતાના સળંગ બે વિકેટ લીધા હતા. જોકે ઓવરના પાંચમા બોલે રાહુલ ત્રિપાઠીએ સિક્સર મારી પોતાની ટીમને જીત અપાવી હતી.

કોલકાતા તરફથી વેંક્ટેશ અણનમે આજે ફરીથી ફિફ્ટી મારી હતી. તેણે 55 રન કર્યા હતા. ઉપરાંત શુભમન ગિલે 46 રન કર્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે મિડલ ઓર્ડરના બેટ્સમેન પત્તાના મહેલની માફક ટીમ ઢળી પડી હતી. કોલકાતાના સળંગ ચાર બેટ્સમેન શૂન્ય ઉપર થઈ ગયા હતા.

દિલ્હી તરફથી એનરિક નોર્ખિયા, રવિચંદ્રન અશ્વિન અને કગિસો રબાડાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને 1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરી હતી. દિલ્હીને શરૂઆત સારી મળી હતી. જોકે ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ટીમ તરફથી સૌથી વધુ રન શિખર ધવને કર્યા હતા. તેણે 36 રન કર્યા હતા. ઉપરાંત શ્રેયસ અય્યરે 30 રન કર્યા હતા. કોલકાતાની બોલિંગ અપેક્ષા મુજબ સારી રહી હતી. કોલકાતાના બોલરોએ દિલ્હીના બેટ્સમેનોને રન કરવા દીધા અને 135 રન પર ટીમને રોકી હતી.

કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસન અને શિવમ માવીએ 1-1 વિકેટ લીધી હતી.

Read Also

Related posts

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!