GSTV

IPL 2020: અક્ષર અને ધવને કમાલ કરી, દિલ્હીએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું

દિલ્હી કેપિટલે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી દીધુ છે. જાડેજાની છેલ્લી ઓવરમાં અક્ષર પટેલે ત્રણ છગ્ગા મારીને દિલ્હીને જીત અપાવી છે.

ઓપનર શિખર ધવને શાનદાર સદી ફટકારતાં શનિવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે ભવ્ય વિજય થયો હતો. ધવને તેની આઇપીએલની કારકિર્દીમાં 168 મેચ બાદ પહેલી સદી ફટકારી હતી.


ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટે 179 રન ફટકાર્યા હતા જ્યારે દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં પાંચ વિકેટે 185 રન કરીને મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ બોલિંગ કરી હતી જેમાં રોમાંચ લાગતો હતો પરંતુ અક્ષર પટેલે ત્રણ સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવી દીધો હતો. અક્ષરે પાંચ બોલમાં ત્રણ સિક્સર સાથે અણનમ 21 રન ફટકાર્યા હતા જ્યારે શિખર ધવને વર્તમાન ટુર્નામેન્ટમાં સતત ત્રીજી વાર 50+નો સ્કોર કરીને અણનમ રહ્યો હતો. આઇપીએલમાં પ્રથમ સદી ફટકારતાં ધવને 58 બોલમાં અણનમ 101 રન નોંધાવ્યા હતા જેમાં 14 બાઉન્ડ્રી અને એક સિક્સરનો સમાવેશ થતો હતો.

IPL 2020ની 34મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે શારજાહ ખાતે 180 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 5 વિકેટે 185 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો. શિખર ધવને પોતાના IPL કરિયરની પ્રથમ સદી મારી છે. તેણે 58 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 101 રન કર્યા.

આ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ચેન્નાઈએ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. પિયુષ ચાવલાની જગ્યાએ કેદાર જાધવને ટીમમાં તક મળી હતી. ચેન્નાઈ સુપરકિંગ્સે શારજાહ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 179 રન કર્યા હતા. સુપરકિંગ્સ માટે ફાફ ડુ પ્લેસીસે 58, અંબાતી રાયુડુએ 45* અને શેન વોટ્સને 36 રનનું યોગદાન આપ્યું. રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠા ક્રમે 13 બોલમાં 4 સિક્સની મદદથી અણનમ 33 રન ફટકાર્યા હતા. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ 2, જ્યારે કગીસો રબાડા અને તુષાર દેશપાંડેએ 1-1 વિકેટ લીધી. રબાડાએ IPLમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ચેન્નાઈની પ્લેઈંગ 11:

શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, કેદાર જાધવ, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર

દિલ્હીની પ્લેઈંગ 11:

શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!