GSTV
Business Trending

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

ફોર્બ્સે તાજેતરમાં જ માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટાની ભાગીદારીમાં આયોજિત ‘વિશ્વમાં શ્રેષ્ઠ બેંકો’ ની યાદીની ત્રીજી આવૃત્તિ રજૂ કરી છે. આ રિપોર્ટ વિશ્વના 43,000થી વધુ બેન્કિંગ ગ્રાહકોના તેમના વર્તમાન અને ભૂતકાળના બેન્કિંગ સંબંધો પરના સર્વે પર આધારિત છે. બેંકોને ફોર્બ્સ અનુસાર સામાન્ય સંતોષ અને પ્રમુખ વિશેષતાઓના આધાર પર રેટ કરવામાં આવી છે. ચાલો ફોર્બ્સની આ સૂચિ અનુસાર ભારતની ટોપની 10 બેંકો પર એક નજર નાખો.

sbi

ડીબીએસ બેંકે સતત બીજા વર્ષે ભારતની 30 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બેંકોમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રેન્કિંગ વિશે ટિપ્પણી કરતાં, ડીબીએસ બેંક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુરોજિત શોમે કહ્યું, “સતત બીજા વર્ષે ‘વિશ્વની શ્રેષ્ઠ બેંકો’ની યાદીમાં શામેલ થવામાં અમે વીનમ્ર અને ગર્વ અનુભવીએ છીએ.

ગ્રાહકો સાથેના સંબંધને વધુ મજબૂત કરશે

ઘણા વર્ષોથી, અમે એક મજબૂત ગ્રાહક કેન્દ્રિત ફ્રેન્ચાઇઝી બનાવી છે. આ ઓળખ અમારા કર્મચારીઓ દ્વારા પ્રદર્શિત કાર્ય અને વૈશ્વિક કટોકટી વચ્ચે ગ્રાહકોને ટેકો આપવાના ઉદ્દેશ્યની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. અમે અમારા ગ્રાહકો સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું અને તેમની દરેક જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નશીલ રહીશું.

અહીં જુવો ટોપ 10નું લિસ્ટ

  1. ડીબીએસ બેંક
  2. સીએસબી બેંક
  3. આઈસીઆઈસીઆઈ બેંક
  4. એચડીએફસી બેંક
  5. કોટક મહિન્દ્રા બેંક
  6. એક્સીસ બેંક
  7. ભારતીય સ્ટેટ બેંક
  8. ફેડરલ બેંક
  9. સારસ્વત બેંક
  10. સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેંક

આ કારણોસર નંબર 1

વિશ્વની શ્રેષ્ઠ બેંકો પ્રોજેક્ટ માટે સ્ટેટિસ્ટાના લીડ એનાલિસ્ટ ફેલિક્સ કપેલે કહ્યું, “ડીબીએસ ભારતના ઘણા પરિમાણોમાં ઉત્તમ છે. ડીબીએસની સામાન્ય સંતોષ અને ગ્રાહક સલાહ ખૂબ સારી છે. આ પરિબળોએ ડીબીએસને ભારતમાં નંબર 1 નું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી છે. ”

તાજેતરમાં, ડીબીએસ બેંક ઇન્ડિયાને એશિયામની દ્વારા ‘ભારતની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય બેંક 2021’ નું બિરુદ મળ્યું હતું. 2020 માં, ડીબીએસને ન્યૂયોર્ક સ્થિત વેપાર પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા સતત 12 મા વર્ષે ‘એશિયામાં સૌથી સલામત બેંક’ નામ આપવામાં આવ્યું હતું.

ડીબીએસ બેંક 26 વર્ષથી ભારતમાં ધંધો કરી રહી છે. તે તેના નાના અને મધ્યમ કદના એંટરપ્રાઇઝ બિઝનેસ અને કન્ઝ્યુમર ક્રેડિટ કામગીરીને મજબૂત કરીને સતત વિકાસ પામી છે.

નવેમ્બર 2020 માં લક્ષ્મી વિલાસ બેંક અને ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ (ડીબીઆઇએલ) ના એક સાથે આવ્યા બાદ ભારતમાં તેની હાજરીને વેગ મળ્યો. હાલમાં તેની ભારતના 19 રાજ્યોમાં 600 શાખાઓ છે.

ALSO READ

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV