GSTV
Bollywood Entertainment Trending

તારક મહેતા કા ઉલટા ચશ્મા..માં દયાબેનની વાપસી થશે? શોના પ્રોડ્યુસર દિશા વાકાણી સાથે કરી રહ્યા છે વાત

ટીવી પરદે સુપરહિટ રહેલા શો તારક મહેતા કા ઉલટા ચશ્માના સૌથી લોકપ્રિય પાત્રો પૈકીના એક દયાબેન ફરી સિરિઝમાં પાછા ફરી શકે છે.

ચાલી રહેલી ચર્ચા મુજબ એક્ટ્રેસ દિશા વાકાણી આ શોમાં ફરી અભિનય કરતી નજરે પડે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા દિશા વાકાણી એટલે કે દયાબેને શોમાંથી બ્રેક લીધો હતો અને એ પછી તે ક્યારેય શોમાં દેખાઈ નથી.

એક મીડિયા રિપોર્ટમાં જોકે એવો દાવો દર્શકોને નવરાત્રી ગિફ્ટના ભાગરૂપે શોના મેકર્સ દિશા વાકાણીને પાછા લાવી શકે છે.

મેકર્સ દ્વારા દિશા વાકાણીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને શોની ટીમ ઈચ્છે છે કે, કોઈ પણ સંજોગોમાં દિશાની આ સિરિયલમાં એન્ટ્રી થઈ જાય. કારણકે હવે દયાબેનના પાત્રને ફરી એક્ટિવ કરવા માંગે છે. દિશા વાકાણી જો ના પાડશે તો તેમની જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસને લાવવા માટે વિચારણા કરાશે.

શોના પ્રોડ્યુસર ઓક્ટોબર કે નવેમ્બરમાં દિશા વાકાણીને સિરિયલમાં એન્ટ્રી કરાવવા માંગે છે.

Related posts

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV