GSTV
Home » News » દયા બેનની શાન ઠેકાણે આવી કે શું? આ શરતો સાથે ‘તારક મહેતા…’માં પરત ફરવા થઇ તૈયાર!

દયા બેનની શાન ઠેકાણે આવી કે શું? આ શરતો સાથે ‘તારક મહેતા…’માં પરત ફરવા થઇ તૈયાર!

disha vakani

સબ ટીવીના પોપ્યુલર સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ફેન્સ દિશા વાકાણીના પરત ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ખબર મળી રહી છે કે દયા બેનનું કિરદાર નિભાવાર દિશા વાકાણી હવે શૉમાં પરત ન ફરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ વચ્ચે અન્ય એક ખબર સામે આવી છે કે દિશા શૉમાં વાપસી કરી શકે છે. જો મેકર્સ તેની આ ડિમાન્ડ પૂરી કરે.

એક રિપોર્ટ અનુસાર દિશા વાકાણીના પતિએ મેકર્સને બાકીની પેમેન્ટ ચુકવવા કહ્યુ છે કે જો કે નિર્માતાઓએ તેનો જવાબ આપતાં બાકીની પેમેન્ટને લઇને કરવામાં આવેલા દાવાઓ અંગે ખંડન કર્યુ છે.

રિપોર્ટ અનુસાર દિશાના પતિએ નિર્માતાઓ સામે ડિમાન્ડ કરી છે કે એક્ટ્રેસ દિવસમાં ફક્ત 4 કલાક અને મહિનામાં ફક્ત 15 દિવસ કામ કરશે. આ પ્રકારની માંગને નિર્માતાઓએ સ્વીકારી નથી. તેના કારણે દિશા વાકાણીની વાપસીના તમામ દરવાજાઓ બંધ થઇ ગયાં છે.

જણાવી દઇએ કે  શૉના મેકર્સ હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું કે હવે તે એક નવા ચહેરાની તલાશમાં છે. એક ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ જણાવ્યું કે મારે નવા દયા બેનની તલાશ શરૂ કરવી પડશે. કોઇ પણ શૉ કરતાં મોટુ નથી. તારક મહેતા નવા ચહેરા સાથે આગળ વધશે કારણ કે દયા બેન વિના શૉનો પરિવાર અધુરો છે.

અસિત કુમાર મોદીનું કહેવું છે કે તેમની ટીમે દિશા વાકાણીના પરત ફરવા માટે ઘણી રાહ જોઇ છે. તેવામાં હવે દિશાના સ્થાને કઇ એક્ટ્રેસ આવશે તેને લઇને ત્રણ નામ ચર્ચાઇ રહ્યાં છે. આ ત્રણ નામમાં પહેલું નામ છે ભાભીજી ઘર પર હે ફેમ શિલ્પા શિંદે. દિશાના સ્થાને કોમેડિયન સુગંધા મિશ્રા અને એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીના નામ પણ ચર્ચાઇ રહ્યાં છે. તેવામાં હવે શૉમાં દિશાના સ્થાને એક એવી એક્ટ્રેસ લાવવામાં આવી રહી છે જેણે પહેલાથી જ પોતાની એક્ટિંગના દમ પર દર્શકો વચ્ચે ધાક જમાવી રાખી હોય.

Read Also

Related posts

શિવલિંગ પર ચડાવેલો પ્રસાદ ભૂલથી પણ ગ્રહણ ન કરતાં, નહી તો…

Bansari

243 ભારતીયો સાથેની બોટ થઈ ગુમ, પાંચ મહિનાથી પત્તો નથી

Path Shah

કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિએ PM મોદીને પરંપરાગત ટોપી-કોટ ભેટમાં આપ્યાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!