GSTV
Home » News » ‘તારક મહેતા’માં વાપસી માટે દયાબેને મુકી હતી આવી શરતો, પૂરી ન થતાં શૉને કહ્યું ‘બાય-બાય’?

‘તારક મહેતા’માં વાપસી માટે દયાબેને મુકી હતી આવી શરતો, પૂરી ન થતાં શૉને કહ્યું ‘બાય-બાય’?

લોકપ્રિય ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે ખૂબ નિરાશાજનક ખબર છે. કારણ કે શૉના સૌથી લોકપ્રિય રોલ દયા બેન એટલે કે દિશા વાકાણીએ શૉને અલવિદા કહેવાનો નિર્ણય લઇ લીધો છે. હવે તે આ શૉમાં જોવા નહી મળે. જણાવી દઇ કે છેલ્લાં ઘણાં સમયથી દિશા વાકાણી આ શૉથી ગાયબ છે. કહેવામાં આવી રહ્યું હતું કે તે શૉમાં વાપસી કરશે પરંતુ હવે કન્ફર્મ  થઇ ગયું છે કે એક્ટ્રેસે શૉ છોડવાનો નિર્ણય લઇ લીધો છે.

ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે. સૂત્રોનુસાર, દિશા વાકાણીએ શોમાં આવવા માટે ઇન્કાર કરી દીધો છે. તે પોતાનો મોટાભાગનો સમય 1 વર્ષની દિકરી સ્તુતિ સાથે પસાર કરવા ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે મેટરનિટી લીવ પર જતાં પહેલાં દિશા એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા ચાર્જ લેતી હતી પરંતુ તેણે એક એપિસોડ માટે 1.50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી.  સાથે જ તેણે કેટલીક શરતો પણ મુકી હતી. તેની શરત હતી કે તે કોઇ પણ પરીસ્થિતીમાં સાંજે 6 વાગ્યા પછી વધુ કામ નહી કરે.

દિશા બપોરે 11થી સાંજે 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. આ ઉપરાંત દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે જ્યારે અન્ય એક્ટર્સ 22થી 25 દિવસ કામ કરી રહ્યાં છે. દિશાની આ શરતો પ્રોડ્યુસરે સ્વીકારી કે નહી એ તો તે જ જાણે પરંતુ તે કન્ફર્મ થઇ ગયું છે કે હવે તારક મહેતામાં દયા બેનની એન્ટ્રી નહી થાય.

ઉલ્લેખનીય છે કે દયા બેન શૉનું ફેમસ કેરક્ટર છે તેથી તેને સરળતાથી કોઇ અન્ય એક્ટ્રેસ રિપ્લેસ કરી શકે નહી તેથી ચેનલ અને પ્રોડ્યુસર દિશાની વાપસીની રાહ જોઇ રહ્યાં હતાં.

દિશા વાકાણી છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શૉમાં જોવા મળી હતી. તેની મેટરનીટી લીવ બાદ મેકર્સે સ્ટોરી લાઇન પણ બદલી નાંખી છે પરંતુ હવે તેઓ વધુ ફેરફાર કરવા નથી ઇચ્છતાં તેથી તેઓ દિશાને પરત લાવવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 10 વર્ષ પૂરા થઇ ચુક્યા છે. જુલાઇ 2008થી શરૂ થયેલો આ શૉ ટેલિવિઝન હિસ્ટ્રીમાં સૌથી લાંબો ચાલનાર પાંચમો શૉ છે. આ શૉના આશરે અઢી હજાર એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યાં છે.

Read Also

Related posts

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર સામે આવ્યો હિમાંશ કોહલી, કહ્યુ-મને ખલનાયક બનાવી દીધો

Mansi Patel

ભારતીય ટીમના ધ વૉલના દિકરાની કમાલ, 2 મહિનામાં 2 વખત 2 સદી

Pravin Makwana

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘બંટી ઓર બબલી-2’, અભિષેક બચ્ચનની જગ્યાએ બોલીવુડના આ સ્ટાર આવશે નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!