GSTV
Home » News » ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયા બેને જન્મ આપ્યો ‘એક નન્હી પરી’ને…..

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયા બેને જન્મ આપ્યો ‘એક નન્હી પરી’ને…..

વર્ષોથી લોકોને હસાવનારા સબ ટીવીના પોપ્યલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા બેન એટલે કે દિશા વાકાણીએ એક ગુડ ન્યુઝ આપી છે. તેણે આજે સવારે મુંબઇના પવઇમાં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે.

 

ડોક્ટરોએ દિશાને 20 ડિસેમ્બરની ડિલિવરી ડેટ આપી હતી પરંતુ તેમના ઘરે ખુશીઓએ પહેલાં જ દસ્તક આપી દીધી. દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઇના મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. આ યુગલનું આ પ્રથમ સંતાન છે.

 

 

દિશાની ગર્ભાવસ્થા દરમિયાન તેના શો છોડવાની ખબરો સામે આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તારક મહેતાના નિર્માતાઓ શો માટે નવો ચહેરો શોધી રહ્યાં છે. પરંતુ પછીથી શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે દિશા આ શો સાથે જોડાયેલી જ રહેશે.

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!