GSTV

ના હોય…Bigg Bossમાં થશે ‘દયાબેન’ની એન્ટ્રી, વિચારી પણ નહી શકો દિશા વાકાણીને એટલા રૂપિયાની થઇ છે ઑફર

દયા

Last Updated on September 3, 2020 by Bansari

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા અત્યારે ભારે ચર્ચામાં છે. દયા બહેન બનતી દિશા વાકાણીએ આ શો છોડી દીઘો છે અને તેનો વિકલ્પ હજી સુધી મળ્યો નથી ત્યાં અંજલિ મહેતા એટલે કે નેહા મહેતાએ પણ આ શો છોડી દીધો છે. આ ઉપરાંત રોશનસિંઘ સોઢીનું પાત્ર ભજવતા કલાકારે પણ વિદાય લઈ લીધી છે. તેને સ્થાને હવે નવો કલાકાર આવી ગયો છે. દયા બહેન શોમાં પરત ફરશે તેવી વાતો તો ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ તેમ થયું નથી.

દિશા વાકાણીને બિગ બૉસ તરફથી મળી જબરદસ્ત ઑફર

હવે એવા સમાચાર આવ્યા છે કે દિશા વાકાણી હવે સલમાન ખાનના શો બિગ બોસની 14મી સિઝનમાં જોવા મળશે. બિગ બોસના નિર્માતાઓએ આ માટે તેને જંગી રકમની ઓફર કરી છે. હવે નિર્ણય દિશા વાકાણીએ લેવાનો છે. બિગ બોસની તૈયારી થઈ ગઈ છે અને આવતા મહિને તેનો પ્રારંભ થનારો છે.

આ સ્ટાર્સની પણ થઇ શકે છે એન્ટ્રી

બિગ બોસના મેકર્સે આગામી સિઝન માટે ટીવીના લોકપ્રિય કલાકારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં નિયા શર્મા. જાસ્મિન પરીખ, વિવિયન ડીસેના, આકાંક્ષા પૂરી, નૈના સિંઘ જેવા કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામમાં દયા બહેનનું નામ સૌથી આગળ છે. જોકે દિશા વાકાણીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. 2017માં દિશા વાકાણીએ પુત્રીને જન્મ આપ્યો ત્યારથી તે તારક મહેતા કા ઉલ્ટાચશ્મામાં દેખાતી નથી.

Read Also

Related posts

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!