GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

હવે અયોધ્યા વિવાદ પર નિર્ણય? સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી શરૂ

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. કોર્ટમાં આજથી એક સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણી થશે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન નિર્મોહી અખાડાએ વિવાદિત ભૂમિ પર પોતાની માલિકી હોવાનો દાવો કર્યો. આ ઉપરાંત નિર્મોહી અખાડાએ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માગ કરી હતી.

જોકે, આ માગને સુપ્રીમે ફગાવી હતી. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. જેમા જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ નજીર સામેલ છે. અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થી પેનલ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, મધ્યસ્થી માટે જે પેનલની રચના કરવામાં આવી તેમા કોઈપણ પ્રકારનું પરિણામ આવ્યુ નથી. જેથી આ મામલે આગામી 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, મધ્યસ્થી સમિતિ કોઈપણ પ્રકારના અંતિમ તારણ સુધી પહોચી નથી.

જેથી આ મામલે એક  સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણી કરવામાં આવશે. જેમા મંગળ, બુધ અને ગુરૂવારે કોર્ટમાં સુનાવણી થશે. સીજેઆઈએ જણાવ્યુ હતુ કે, કેસના તમામ ભાગ પર ધ્યાન આપવામાં આવશે.

Read Also

Related posts

ગુજરાતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મેક્સિકોમાં કોવિડ -19 દવાના પરીક્ષણની મંજૂરી, કોરોના સામે લડશે

Dilip Patel

નોકરીની ઉત્તમ તક : NCERTમાં મોટા પ્રમાણમાં પડી છે જગ્યાઓ, પગાર છે 1.44 લાખ રૂપિયા

Mansi Patel

લદ્દાખમાં વડાપ્રધાન મોદીના મિશનથી ફફડી ગયું ચીન, આ માસ્ટરપ્લાન આવશે હવે અમલમાં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!