GSTV

કાશ્મીર ઘાટીના 90 ટકા હિસ્સામાં દિવસનો પ્રતિબંધ પુરી રીતે હટાવી દીધો

Last Updated on September 3, 2019 by Mansi Patel

જમ્મૂ-કાશ્મીરનાં પ્રધાન સચિવ રોહિત કંસલે સોમવારે જણાવ્યુ હતુકે, ઘાટીનાં 90 ટકા હિસ્સામાં દિવસનાં સમયનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કંસલે કહ્યુ હતુકે, કાશ્મીર ઘાટીમાં 111 પોલીસ થાના ક્ષેત્રમાં દિવસના સમયનો પ્રતિબંધ 92 થાના ક્ષેત્રોમાંથી પુરી રીતે હટાવી દેવામાં આવ્યો છે.

આવી રીતે 90 ટકા હિસ્સામાં દિવસનાં સમયનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ અને લદ્દાખમાં મોબાઈલ અને લેન્ડલાઈન સેવા પર લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ અને પરિવહન સેવાને ફરીવાર શરૂ કરવામાં આવી છે.

મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે જમ્મુ અને લદ્દાખમાં સ્થિતિની સમીક્ષાના આધારે આ તમામ પ્રતિબંધને ફરીવાર હટાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!