GSTV
Gujarat Government Advertisement

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ જોવા સ્ટેડિયમમાં આવશે 27 હજાર પ્રેક્ષકો, કોરોનાકાળમાં પ્રથમ વખત બનશે આ ઘટના

Last Updated on November 10, 2020 by

આઇપીએલની તો હવે પૂર્ણાહૂતિ થનારી છે ત્યારે સૌનું ધ્યાન હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આગામી સિરીઝ પર રહેશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ થોડા દિવસમાં જ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. જ્યાં 27મી નવેમ્બરથી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. ત્યાર બાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ 17મી ડિસેમ્બરથી શરૂ થનારી છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આમ તો એક ટેસ્ટ રમીને પરત આવી જવાનો છે કેમ કે તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સંતાનને જન્મ આપવાની છે ત્યારે તે પત્નીની સાથે રહેવા માગે છે. આમ બીજી ટેસ્ટથી ભારતીય ટીમ કોહલી વિના જ રમવાની છે.

એડિલેડ ખાતેની ટેસ્ટ ઐતિહાસિક બની રહેશે

જોકે કોહલી જે ટેસ્ટ રમવાનો છે તે એડિલેડ ખાતેની ટેસ્ટ ઐતિહાસિક બની રહેશે. આ મેચ ડે-નાઇટ રહેશે. આમ ભારત અને ઓસ્ટ્રેલિયા પહેલી વાર ફ્લડલાઇટ હેઠળ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. આ ઉપરાંત આ મેચમાં 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. કોરોના કાળ બાદ પ્રેક્ષકો સાથે કોઈ ટેસ્ટ રમાય તેવો આ પ્રથમ પ્રસંગ હશે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મંગળવારે જાહેરાત કરી હતી કે મેચમાં 27000 પ્રેક્ષકોને પ્રવેશવા દેવામાં આવશે જે કુલ ક્ષમતાના 50 ટકા થાય છે.

આઇપીએલની 60 મેચો વિના પ્રેક્ષકો જ રમાઈ હતી

કોરોના કાળ બાદ ક્રિકેટ મેચો બાયો બબલમાં બંધ સ્ટેડિયમમાં રમાડવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની ટીમોએ ત્રણ ત્રણ ટેસ્ટની સિરીઝ રમી હતી જેમાં તેઓ યજમાન ઇંગ્લેન્ડ સામે પ્રેક્ષકો વિના જ રમ્યા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમ પણ ઇંગ્લેન્ડ ગઈ હતી અને વન-ડે સિરીઝ રમી હતી. હાલમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં આઇપીએલની 60 મેચો વિના પ્રેક્ષકો જ રમાઈ હતી. આમ એડિલેડમાં પહેલી વાર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેની સત્તાવાર વેબસાઇટ પર લખ્યું હતું કે એડિલેડ ખાતેની ડે-નાઇટ ટેસ્ટમાં દરરોજ 27 હજાર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!