GSTV
Home » News » આજે દાઉદની પ્રોપર્ટીની હરાજી, અફરોઝ હોટલ હરાજીમાં મોખરે

આજે દાઉદની પ્રોપર્ટીની હરાજી, અફરોઝ હોટલ હરાજીમાં મોખરે

આજે દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરેલ 10માંથી 3 પ્રોપર્ટીની આજે હરાજી કરવામાં આવશે.  રોનક અફરોઝ હોટલ હરાજીમાં મોખરે છે.

દાઉદની પ્રોપર્ટીની હરાજી ચર્ચગેટના આઈએમસી બિલ્ડિંગ સ્થિત કિલાચંદ કોન્ફરન્સ રૂમમાં સવારે 10થી 12 કલાક વચ્ચે થશે.

હરાજીમાં સામેલ થનારા ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ સ્વામી ચક્રપાણિ મહારાજ પર તમામની નજર રહેશે. કારણકે દાઉદની હોટલ ખરીદીને ત્યાં શૌચાલય બનાવવાની વાત કહેવામાં આવી રહી છે. આ માટે તેમણે મંગળવારે 23 લાખ 72 હજાર રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવી પડશે. ઉપરાંત નક્કી સમયમાં એક કરોડ 18 લાખ 63 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે.

ગત વખતે હરાજીમાં દાઉદની કાર ખરીદી તેને જાહેરમાં સળગાવી ચૂક્યા છે.

આગાઉ  જર્નાલિસ્ટ એસ બાલાકૃષ્ણને આ માટે ચાર કરોડ 28 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી પરંતુ તે સમય મર્યાદામાં રકમ ચૂકવી શક્યા નહોતા. આ હરાજી 3 પ્રોપર્ટીની છે તેમાંથી 2 મુંબઈમાં અને 1 ઔરંગાબાદમાં છે.

 

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!