GSTV
Home » News » મોદી સરકાર દાઉદ ઇબ્રાહીમની મિલકતોની કરશે હરાજી

મોદી સરકાર દાઉદ ઇબ્રાહીમની મિલકતોની કરશે હરાજી

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પર મોદી સરકારનો સંકજો વધુ કસાઈ રહ્યો છે. દાઉદ ઈબ્રાહીમની વિદેશી મિલ્કતોમાંથી કેટલીક સંપત્તિ જપ્ત થયા બાદ હવે ભારતમાં રહેલી તેની પ્રોપર્ટી નિશાના પર છે. વિદેશ મંત્રાલયે દાઉદ ઈબ્રાહીમની મિલ્કતોની ફરીથી હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. આના માટે અખબારમાં જાહેરાત પણ આપવામાં આવી છે.

તેમાં દાઉદ ઈબ્રાહીમની મિલ્કતની હરાજી માટે લોકોને આમંત્રિત કરાયા છે. આ હરાજી 14 નવેમ્બરે થવાની છે. જાહેરાતમાં છ મિલ્કતોની હરાજીનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાની ત્રણ મિલ્કતો ડી-ગેંગની છે. જ્યારે બાકીની ત્રણ મિલ્કતો અન્ય લોકો સાથે જોડાયેલી છે. આમાની મોટાભાગની મિલ્કતો મુંબઈમાં આવેલી છે. જ્યારે એક પ્લોટ ઔરંગાબાદમાં છે.

હરાજીમાં ભાગ લેનારા લોકોએ 10 નવેમ્બર સુધીમાં પોતાની વિગતો સંબંધિત વિભાગને આપવાની છે. મુંબઈમાં રહેલી પ્રોપર્ટીનું ઈન્સ્પેક્શન સાતમી નવેમ્બર અને ઔરંગાબાદની મિલ્કતનું ઈન્સ્પેક્શન 31 ઓક્ટોબરે કરી શકાશે.

મહત્વપૂર્ણ છે કે સપ્ટેમ્બરમાં દાઉદ ઈબ્રાહીમની બ્રિટનમાં રહેલી કરોડોની મિલ્કતોને જપ્ત કરવામાં આવી હતી. તો દાઉદ ઈબ્રાહીમ પાસે હોટલ અને અન્ય ઘણાં મકાનો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે અને તેની કિંમત હજારો કરોડ છે. જપ્ત કરવામાં આવેલી મિલ્કતની કિંમત 42 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

મિલકતોની હરાજી :

સ્થાનમિલકતકિંમત
ભિંડી બજાર, મુંબઇડબલ સ્ટોરી બિલ્ડિંગ1.21 કરોડ
યાકૂબ સ્ટ્રીટ, મુંબઇ1.55 કરોડ
ભિંડી બજાર, મુંબઇહોટલ રોનક અફરોઝ1.18 કરોડ
પર્લ હાર્બર, મુંબઇફ્લેટ92.69 લાખ
દાદરીવાલા ચોલ, મુંબઇ65.90 લાખ
ઔરંગાબાદફેક્ટરી પ્લોટ1.02 લાખ

 

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી એકસાથે કરાવો પછી સર્વપક્ષીય બેઠક બોલાવજો

Riyaz Parmar

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!