ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ભત્રીજો સોહેલ કાસકર અમેરિકાથી પાકિસ્તાન ભાગી ગયો છે. અમેરિકામાં રહેતા સોહેલ કાસકરના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર અમેરિકા પર દબાણ કરી રહી હતી. જેની ગંધ આવી જતા સોહેલ કાસકર વાયા દુબઈ પાકિસ્તાન નાસી ગયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

સોહેલ દાઉદના ભાઈ નૂરાનો પુત્ર છે. નૂરાનુ 2010માં કરાચીની હોસ્પિટલમાં મોત થયુ હતુ. એ પછી 2018માં ભારત સરકારને યુએસ દ્વારા જાણકારી આપાવમાં આવી હતી કે, સોહેલની અમેરિકાની જેલમાં સજા પૂરી થઈ ગઈ છે.
સોહેલની 2014માં ધરપકડ કરવામા આવી હતી. તેના પર નાર્કો ટેરરિઝમ તેમજ કોલંબિયાના વિદ્રોહીઓને સમર્થન આપવાનો અને અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ હતા. તેની તે વખતે સ્પેનમાંથી ધરપકડ કરાઈ હતી.
એક વર્ષ બાદ તેને અમેરિકા લાવવામાં આવ્યો હતો. તેને થોડા વર્ષો જેલમાં પસાર કરવા પડયા હતા. છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર તેના પ્રત્યાપર્ણ માટે અમેરિકા પર દબાણ વધારી રહી હતી.

ભારતમાં તેના પર ખંડણી ઉઘરાવવાના અને છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. મુંબઈ પોલીસે તેનો કોલ ઈન્ટરસેપ્ટ કર્યો ત્યારે ખબર પડી હતી કે, તે પાકિસ્તાન ભાગી ગયો છે. જોકે ત્યાં સુધી સીબીઆઈ અંધારામાં હતી. દાઉદ મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. આ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું