GSTV

દાઉદ પાકિસ્તાનમાં હોવાના ભારતના દાવાને મજબુત સમર્થન

Last Updated on April 4, 2018 by

કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રે પણ ટેરરિસ્તાન માન્યું છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ સહીતના 139 પાકિસ્તાની આતંકીઓ અને તેની સાથે જોડાયેલા આતંકી સંગઠનોને યુએનએસસીની વૈશ્વિક યાદીમાં સામેલ કર્યા છે. તો દાઉદ ઈબ્રાહીમના પાકિસ્તાનમાં હોવાના ભારતના દાવાને યુએનએસસીના ગ્લોબલ લિસ્ટે મંજૂરીની મ્હોર મારી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની એક સંયુક્ત યાદી જાહેર કરી છે. તેમાં 139 નામ પાકિસ્તાનમાંથી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં મુંબઈ પરના 26-11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને ભારતમાં 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો સહીતના મામલાઓમાં વાંછિત માફિયા દાઉદ ઈબ્રાહીમના નામ પણ સામેલ છે. ડૉન ન્યૂઝ મુજબ. આ યાદીમાં પાકિસ્તાનમાં રહેતા એવા તમામ લોકોના નામ છે કે જેઓ અહીંથી સંચાલિત થઈ રહ્યા છે અથવા તો પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત થતા આવા સંગઠનો સાથે જોડાયેલા છે.

યુએનએસસીના ગ્લોબલ લિસ્ટમાં પહેલું નામ અયમાન અલ-ઝવાહિરીનું છે. ઝવાહિરી અલકાયદામાં ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી છે. યુએનએસસીનો દાવો છે કે ઝવાહિરી હજીપણ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદ નજીક વસવાટ કરી રહ્યો છે. આ યાદીમાં આ વિસ્તારમાં છૂપાયેલા ઝવાહિરીના કેટલાક સહયોગીઓના પણ નામ છે. આ યાદીમાં પાકિસ્તાનમાં એરેસ્ટ કરીને અમેરિકાને સોંપી દેવામાં આવેલા એક ડઝનતી પણ વધારે આતંકવાદીઓના પણ નામ છે.

યુએનએસસીના ગ્લોબલ લિસ્ટમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ કાસકરનું પણ નામ છે. યુએનએસસી પ્રમાણે દાઉદ ઈબ્રાહીમ પાસે ઘણાં નામથી પાકિસ્તાની પાસપોર્ટ છે.. આ પાસપોર્ટ રાવલપિંડી અને કરાચીથી જાહેર કરવામાં આવ્યા છે. યુએનનો દાવો છે કે દાઉદ ઈબ્રાહીમ કરાચીના નૂરાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં રાજસી ઠાઠ સાથેનો વિશાળ બંગલો પણ ધરાવે છે.

યુએનએસસીની વૈશ્વિક યાદીમાં અલ-રશીદ ટ્રસ્ટ, હરકતુલ મુજાહિદ્દીન, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝ્બેકિસ્તાન, વફા માનવીય સંગઠન, જૈશ-એ-મોહમ્મદ, રબિતા ટ્રસ્ટ, લશ્કરે ઝાંગવી, તહરીક-એ-તાલિબાન- પાકિસ્તાન જેવા ઘણાં આતંકવાદી સંગઠનો સામેલ છે.

લશ્કરે તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદનું નામ પણ ઈન્ટરપોલ દ્વારા વાંછિત હોય તેવા ઘણા આતંકીઓ સાથે સામેલ છે. લશ્કરે તૈયબાના મીડિયા પ્રભારી અને હાફિઝના સહયોગી અબ્દુલ સલામ અને ઝફર ઈકબાલના નામ પણ યુએનએસસીની વૈશ્વિક યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. હાફિઝ સઈદની જેમ જ આ બંને આતંકીઓને પણ ઈન્ટરપોલ શોધી રહી છે.

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!