GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

દાઉદ ઈબ્રાહિમનું Coronaને કારણે મોત થયાની અટકળો, કરાંચી મિલિટ્રી હોસ્પિટલમાં લઈ રહ્યો હતો સારવાર

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું કોરોના (Corona) વાયરસથી મોત નીપજ્યું હોવાની અટકળો થઈ રહી છે. પરંતુ આ અંગે હજુ કોઈ એવા સત્તાવાર સમાચાર આવ્યા નથી. તેના મોત અંગેની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. શુક્રવારે ગુપ્તચર એજન્સીઓએ અહેવાલ આપ્યો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝીટીવ છે. અને બંનેને કરાંચીની મિલીટ્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અને ગાર્ડ્સને પણ ક્વોરંટાઈન કરાયા છે.

દાઉદના ભાઈએ પરિવાર સ્વસ્થ હોવાનું રટણ કર્યું

જોકે, દાઉદ ઇબ્રાહિમને કોરોના પોઝીટીવ હોવાના રિપોર્ટને તેના ભાઈ અનીસ ઇબ્રાહિમે ફગાવી દીધો છે. અનીસે દાવો કર્યો હતો કે ભાઈ સહિત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે અને કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા નથી. દાઉદ અને તેનો પરિવાર સંપૂર્ણ સ્વસ્થ હોવાનું તેણે રટણ કર્યું હતું. જણાવી દઈએ કે અનીસ ઇબ્રાહિમ દાઉદની ડી-કંપની ચલાવે છે. દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે અજ્ઞાત સ્થળેથી ફોન પર જણાવ્યું હતું કે દાઉદના પરિવારના તમામ સભ્યો બરાબર છે. તેના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી. અનિસ ઈબ્રાહિમ યુએઈમાં લક્ઝરી હોટલો અને પાકિસ્તાનમાં મોટા બાંધકામ પ્રોજેક્ટ ઉપરાંત ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ ચલાવી રહ્યો છે.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ

દાઉદ ઇબ્રાહિમ 1993 ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ હતો. આ આતંકી ઘટનામાં 13 બોમ્બ વિસ્ફોટો થયા હતા જેમાં 350 લોકો માર્યા ગયા હતા અને 1,200 થી વધુ ઘાયલ થયા હતા. 2003 માં ભારત સરકારે અમેરિકા સાથે મળીને દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. ભારતીય ગુપ્તચર એજન્સીઓના ડરથી તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે. કરાચીમાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ તેની સુરક્ષામાં હાજર છે. ભારતના અનેક વખત પુરાવાઓ આપવા છતાં પણ પાકિસ્તાને હંમેશા દાઉદ ત્યાં હોવાની વાતને નકારી દીધી છે.

Corona

ચીનથી પણ વધી ગયા પાકિસ્તાનમાં કેસ

કોરોના વાયરસના કારણે પાકિસ્તાનમાં આરોગ્ય તંત્ર કથળી ગયું છે. શુક્રવારે પાકિસ્તાને ચેપને લઈને પણ ચીનને પાછળ છોડી દીધું હતું. અહીં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 89249 ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 1838 લોકોનાં મોત નીપજ્યાં છે. સૌથી વધુ કોરોના કેસ સિંધ પ્રાંતમાં આવ્યા છે જ્યાં દર્દીઓની સંખ્યા 33536 પર પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે આ રીતે પણ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા નોટિસ કે સમન્સ મોકલી શકાશે

Pravin Makwana

કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેના મૃતદેહનું થયું પોસ્ટમોર્ટમ, કોરોનાનો આવો રિપોર્ટ આવ્યો

Pravin Makwana

ગુજરાતમાં કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ : 875 નવા કેસ વચ્ચે 14 લોકોનાં થઈ ગયાં મોત, સંક્રમણ ગામડાઓમાં ફેલાયું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!