GSTV
Home » News » અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં, એકમાત્ર પુત્ર કારોબાર છોડીને બન્યો મૌલાના

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં, એકમાત્ર પુત્ર કારોબાર છોડીને બન્યો મૌલાના

ભારતના મોસ્ટવોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં ધકેલાઈ ગયો હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસના સૂત્રોનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહીમનો પુત્ર મોઈન નવાઝ ડી. કાસકર પોતાનો કૌટુંબિક કારોબાર છોડીને એક મૌલાના બની ચુક્યો છે. મોઈન દાઉદ ઈબ્રાહીમનનો એકમાત્ર પુત્ર છે.

થાણે પોલીસના ખંડણી વસૂલી વિરોધી પ્રકોષ્ઠના પ્રમુખ અને એકાઉન્ટર સ્પેશલિસ્ટ તરીકે જાણીતા પ્રદીપ શર્માએ કહ્યુ છે કે મોઈન તેના પિતાની ગેરકાયદેસર ગતિવિધિઓની વિરુદ્ધ છે. દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં કુખ્યાત છે અને તેના કારણે તેના પરિવારની બદનામી થઈ હોવાથી મોઈન નાખુશ છે.

દાઉદ ઈબ્રાહીમના નાના બાઈ ઈકબાલ કાસકરની પોલીસે ખંડણીખોરીના ત્રણ મામલામાં ધરપકડ કરી છે. ઈકબાલ કાસકરે તપાસ અધિકારીઓને જણાવ્યું છે કે મોઈનના મૌલાના બન્યા બાદ દાઉદ ઈબ્રાહીમને તેના અંડરવર્લ્ડના વિશાળ કારોબારમાં તેનો વારસો કોણ સંભાળશે તેની ચિંતા સતાવી રહી છે. ચિંતિત દાઉદને પારિવારિક અશાંતિને કારણે ડિપ્રેસનનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રદીપ શર્માએ કહ્યુ છે કે દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહીમનું મોતનીપજ્યું છે અને હવે તેની ઉંમર પણ વધી રહી છે. અહેવાલો એવા પણ હતા કે દાઉદ ઈબ્રાહીમનું સ્વાસ્થ્ય ઠીક નથી. ઈકબાલ કાસકરે ખુલાસો કર્યો છે કે તેના ભત્રીજાએ હવે કરાચીના પોશ વિસ્તાર ક્લિફ્ટનમાં આવેલા પારિવારીક બંગલાને છોડીને ઘરની નજીકની એક મસ્જિદમાં સાદગીપૂર્ણ જીવન જીવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

Related posts

દેશમાં રાષ્ટ્ર ધર્મની મોટી જીત અને હિંદુ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપનારની હાર થઇ

Bansari

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

Mansi Patel

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!