GSTV
Gujarat Government Advertisement

24 કલાકમાં પાકિસ્તાને મારી પલટી, Dawood નથી કરાંચીમાં: પાક. વિદેશ મંત્રાલય

Last Updated on August 23, 2020 by pratik shah

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ Dawood ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છુપાયો હોવાની કબૂલાત કરી છે. તેના 24 કલાકમાં પાકિસ્તાને પોતાના નિવેદન પરથી પલટી ગયુ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દાઉદ પોતાની ધરતી પર નથી.

88 આતંકીઓ પર પ્રતિબંધનું પાકનું એલાન

કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન કેટલાક નવા પ્રતિબંધ લગાવી રહ્યુ છે.  જોકે, આ રિપોર્ટ કથીત છે. પાકિસ્તાન દ્વારા 88 આતંકવાદીઓ પર પ્રતિબંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોસ્ટવોન્ટેડ અંડરવર્લ્ડ ડોન Dawood ઇબ્રાહીમનું નામ પણ સામેલ  કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધી પાકિસ્તાન Dawood ઇબ્રાહીમ પોતાના દેશમાં હોવાનું ઇન્કાર કરતું રહયું છે. પરંતુ પહેલી વખત તેણે વિશ્વ સમક્ષ દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છુપાયો હોવાની વાત કબૂલી હતી.

Dawood

FATFના બ્લૅક લીસ્ટથી બચવા પાકિસ્તાનનો પેંતરો

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના બ્લેકલિસ્ટથી બચવા પાકિસ્તાને 88 આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. એમાં પાક. સરકારે દાઉદ ઈબ્રાહિમનો પણ સમાવેશ કર્યો હતો. દાઉદ પર પ્રતિબંધ મૂકીને પાક. સરકારે તેનું કરાચીનું સરનામું લખ્યું હતું.

પોતાના જ નાટકમાં ભરાયું પાક

પાકિસ્તાન  પોતાના જ નાટકમાં ભરાઈ પડયું હતું. પાક.સરકારે પહેલી વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે દાઉદ ડોન પાકિસ્તાનમાં જ રહે છે. દાઉદ, મસૂદ અને હાફિઝ સહિતના આતંકવાદીઓના બેંક એકાઉન્ટ્સ સીઝ કરવા ઉપરાંત તેની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ પાક. સરકારે જાહેરાત કરી છે.

Dawood Ibrahim

FATFના ભયથી પાકિસ્તાને Dawood, હાફિઝ અને મસૂદ સામે કરી કાર્યવાહી

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ભયથી પાકિસ્તાને Dawood ઈબ્રાહિમ, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર સહિત 88 આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી છે. ઓક્ટોબરમાં એફએટીએફની બેઠક મળશે અને એમાં પાક.ને બ્લેકલિસ્ટ કરવાનું ગંભીરતાથી વિચારાય તેવી શક્યતા છે.

પાક. નોટિફિકેશનમાં 88 આતંકીઓમાં દાઉદ પણ એક

પાકિસ્તાન સરકારે એક નોટિફિકેશન જારી કરીને 88 આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એમાં Dawood ઈબ્રાહિમ, હાફિઝ  સઈદ અને મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તાલિબાની આતંકવાદીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયાની જાહેરાત પાક. સરકારે કરી હતી. આ આતંકવાદીઓ પર આિર્થક પ્રતિબંધો મૂકીને તેની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ્સ વગેરે જપ્ત કરાયા હોવાનો દાવો પાક સરકારે કર્યો હતો.

પાક. FATFની ગ્રે લિસ્ટમાં યથાવત

એફએટીએફની ગત બેઠકમાં પાક.ને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું હતું. છેક 2018થી પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે અને દર વખતે બ્લેકલિસ્ટ થવાનું જોખમ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યું છે. કોરોના મહામારીના કારણે એક બેઠક મુલતવી રહી હતી. તેના કારણે હવે ઓક્ટોબરમાં એફએટીએફની બેઠક મળશે.

બ્લેકલિસ્ટથી બચવા આ કાર્યવાહી જરૂરી

એફએટીએફની ઓક્ટોબર-2020ની બેઠક પહેલાં જો પાકિસ્તાન બ્લેકલિસ્ટમાં આવતા બચવું હોય તો આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરવી જરૂરી છે. એફએટીએફે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. છેલ્લી બેઠકમાં પાકિસ્તાનને ટાસ્ક આપીને નિયત સમયમર્યાદામાં એ માપદંડો પૂરા કરવાનો આદેશ  એફએટીએફે કર્યો હતો.

ગ્રે લિસ્ટમાં રહેવા પાક.ના દેખાડા

ગ્રે લિસ્ટમાં યથાવત રહેવા માટે પણ પાકિસ્તાને દેખાડા ખાતર આ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. તેના ભાગરૂપે ઈમરાન ખાનની સરકારે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના ચાર્ટના આધારે આ પગલું ભરાયું છે.

બ્લેકલિસ્ટ દેશને ફંડ મળતું બંધ થાય

ઉલ્લેખનીય છે કે જો એફએટીએફ કોઈ દેશને બ્લેકલિસ્ટમાં મૂકે તો એ દેશને આર્થિક ફંડ મેળવવાનું કામ કપરૂં બની જાય. એફએટીએફ આતંકવાદીઓને મળતા ફંડિંગનું મોનેટરિંગ કરે છે. આઈએમએફ જેવા વૈશ્વિક સંગઠનો ફંડિંગ માટે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના લિસ્ટનેે માપદંડ તરીકે ધ્યાનમાં લે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!