GSTV
Home » News » ભારતીય ડેવિસ કપ ટીમની જાહેરાત : ૪૭ વર્ષના લિએન્ડર પેસનો સમાવેશ !

ભારતીય ડેવિસ કપ ટીમની જાહેરાત : ૪૭ વર્ષના લિએન્ડર પેસનો સમાવેશ !

પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈ માટેની ભારતીય ટીમમાં ૪૬ વર્ષીય ડબલ્સ સ્પેશિયાલિસ્ટ ખેલાડી લિએન્ડર પેસને સામેલ કરવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) દ્વારા જાહેર કરવામાં આવેલી પાકિસ્તાન સામેની ટાઈ માટેની આઠ સભ્યોની ભારતીય ટીમમાં મોટાભાગના ટોચના સ્ટાર્સનું પુનરાગમન થયું છે. અગાઉ આઇટીએફે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈ અન્ય તટસ્થ દેશમાં રમાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આઇટીએફના નિર્ણય સામે પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો છે, જે અંગે ચૂકાદો આવ્યો નથી. જોકે એઆઇટીએની સિલેક્શન પેનલે તો ટીમની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ જોવા મળેલા પેસને ડેવિસ કપ ટીમમાં એક ખેલાડી તરીકે સમાવવાનો નિર્ણય આશ્ચર્યજનક છે. ૪૭ વર્ષીય પેસ હાલ વર્લ્ડ રેન્કિંગમાં છેક ૭૩માં ક્રમાંકે ધકેલાયો છે. પેસની સાથે ટીમમાં સ્થાન મેળવનારો ડબલ્સ સ્પેશિયાલીસ્ટ બોપન્નાનો રેન્ક ૩૯મો છે અને જીવન નેડુન્ચેઝ્હીયાન ૭૪મો ક્રમાંક ધરાવેે છે.

ભારતનો ટોચનો સિંગલ્સ પ્લેયર પ્રજ્નેશ ગુન્નાસ્વરન અને ડબલ્સ પ્લેયર દિવિજ શરન  લગ્ન કરવાના હોવાથી ટીમમાં જોડાયા નથી. તેમની ગેરહાજરીમાં સિંગલ્સમાં ભારતનો મદાર સુમિલ નાગલ અને રામકુમાર રામનાથન પર રહેશે. લિએન્ડર ડેવિસ કપના ઈતિહાસમાં સૌથી સફળ ડબલ્સ પ્લેયર છે અને તે ૪૩ ડબલ્સ મેચો જીતી ચૂક્યો છે. તેણે ગત વર્ષે ચીન સામેની ટાઈમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જે પછી એઆઇટીએ દ્વારા અત્યાર સુધી તેની ઉપેક્ષા કરવામાં આવી છે. હવે અચાનક તેને ટીમમાં તક અપાઈ છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!