GSTV

ડેવિસ કપ એશિયા-ઓસેનિયા ગ્રૂપ વન ટાઈમાં ભારત વિજેતા, 4-0થી પાકિસ્તાનને કચડયું

ભારતના ૪૬ વર્ષીય લેજન્ડરી ડબલ્સ પ્લેયર લિએન્ડર પેસે જીવન નેડુન્ચેઝ્હીયાન સાથે મળીને પાકિસ્તાનના ૧૭ વર્ષના મોહમ્મદ શોએબ અને હુફૈઝા અબ્દુલ રેહમાનને ૬-૧,૬-૩થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે લિએન્ડર પેસે ડેવિસ કપ ડબલ્સમાં ૪૪મી મેચ જીતીને પોતાના જ વર્લ્ડ રેકોર્ડને આગળ ધપાવ્યો હતો. તેની સાથે સાથે ભારતને પાકિસ્તાન સામેની એશિયા-ઓસેનિયા ગૂ્રપ વન ટાઈમાં ૩-૦થી વિજય અપાવી દીધો હતો. ભારતે ટાઈ જીતી લીધા બાદ રિવર્સ સિંગલ્સ ઔપચારિક બની ગઈ હતી, તેમ છતાં પ્રથમ રિવર્સ સિંગલ્સ રમાઈ હતી, જેમાં પણ ભારતના સુમિત નાગલે પાકિસ્તાનના યુસુફ ખલીલને ૬-૧, ૬-૦થી હરાવીને ભારતને ૪-૦થી સરસાઈ અપાવી દીધી હતી. આ પછી બંને ટીમોએ પાંચમી અને આખરી તેમજ ઔપચારિક રિવર્સ સિંગલ્સ ટાઈ પડતી મૂકી હતી. આ સાથે ભારતે ૪-૦થી પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો.

આઇટીએફના આદેશને પગલે ઈસ્લામાબાદમાંથી કઝાખસ્તાનની રાજધાની નૂર-સુલતાનમાં ખસેડાયેલી ડેવિસ કપ ટાઈમાં ભારતે આસાનીથી જીત હાંસલ કરી હતી. હવે ડેવિસ કપ ફાઈનલ્સમાં પ્રવેશ મેળવવા માટે ભારતે ક્રોએશિયાને હરાવવું પડશે. ક્રોએશિયા ૨૦૧૮માં ચેમ્પિયન બની ચૂક્યું છે. હવે ભારત અને ક્રોએશિયા વચ્ચેની ડેવિસ કપ ટાઈ આવતા વર્ષે માર્ચ મહિનામાં રમાશે. ભારતે પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈમાં તમામ મેચો જીતી લીધી હતી. આ સાથે ફેબુ્રઆરી-૨૦૧૪ બાદ પહેલી વખત આવી ઘટના બની હતી. છેલ્લે ભારતે ઈન્દોરમાં ૨૦૧૪માં રમાયેલી ડેવિસ કપ ટાઈમાં તાઈપેઈને ૫-૦થી હરાવ્યું હતુ. 

પેસે ૫૭મી ડેવિસ કપ ટાઈ ડબલ્સમાં ૪૪મો વિજય 

ભારતના લેજન્ડરી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે ગત વર્ષે જ ચાઈના સામેની ડેવિસ કપ ટાઈમાં ડબલ્સ મેચ જીતી લઈને ઈતિહાસ રચ્યો હતો. પેસે કારકિર્દીની ૪૩મી ડબલ્સ મેચ જીતીને ઈટાલીના લેજન્ડરી સુપરસ્ટાર નિકોલા પેઈટ્રાન્જેલીના ૪૨ વિજયના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. હવે પાકિસ્તાન સામેની જીત સાથે લિએન્ડરે ડેવિસ કપમાં તેના જ વર્લ્ડ રેકોર્ડને આગળ ધપાવતા ૫૭મી ટાઈમા ૪૪મો વિજય પ્રાપ્ત કર્યો હતો. પેઈટ્રાન્જેલીએ ૬૬ ડેવિસ કપ ટાઈમાં ૪૨ ડબલ્સ મેચના વિજય હાંસલ કર્યા હતા.

પેસ ડેવિસ કપમાં ઓવરઓલ ૯૨મી મેચ જીત્યો

ભારતના લિએન્ડર પેસે આ સાથે ડેવિસ કપ ટાઈમા સિંગલ્સ અને ડબલ્સ બંને મિક્સ કરીને કુલ ૯૨મો વિજય હાંસલ કર્યો હતો. તે અત્યાર સુધીમાં ડેવિસ કપમાં કુલ ૯૨ મેચ જીત્યો છે અને ૩૫માં તેને હારનો સામનો કરવો પડયો હતો. તેના ૯૨ વિજયમાં ૪૮ સિંગલ્સના અને ૪૪ ડબલ્સના વિજય સામેલ છે. હાલના તબક્કે ડેવિસ કપમાં ઓવરઓલ સૌથી વધુ મેચ જીતવામાં તે પાંચમા ક્રમે છે. હવે જો તે એક વધુ મેચ જીતશે તો તે ચોથા ક્રમે આવી જશે. હાલના તબક્કે સ્પેનના મેન્યુઅલ સાન્તાના ડેવિસ કપમાં ૯૨ વિજય અને ૨૮ પરાજય સાથે ચોથા ક્રમે છે.

Read Also

Related posts

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!