GSTV

ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આશ્ચર્યજનક રેકોર્ડ હાંસલ કર્યો, પ્લેઓફની રેસમાં SRH

આઇપીએલમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે દિલ્હી કેપિટલ્સ જેવી મજબૂત ટીમને 88 રનથી હરાવી હતી. દિલ્હીની ટીમ આવા કારમા પરાજયનો સામનો કરશે તેવી કોઈને કલ્પના ન હતી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાને કારણે આ શક્ચ બન્યું હતું.

સહા અને વોર્નરે માત્ર 9.4 ઓવરમાં જ પહેલી વિકેટ માટે 107 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. આવી ઝડપી ભાગીદારીને કારણે જ સનરાઇઝર્સની ટીમ 219 રનનો સ્કોર કરી શકી હતી.

ડેવિડ વોર્નરે પાવર પ્લેની પહેલી છ ઓવરમાં જ તેની અડધી સદી પૂરી કરી દીધી હતી. આઇપીએલના ઇતિહાસમાં કોઈ બેટ્સમેને એકલાએ જ પાવર પ્લેની છ ઓવરમાં 54 રન ફટકાર્યા હોય તેવો આ 23મો પ્રસંગ હતો પરંતુ વોર્નરની ખાસિયત એ હતી કે તેણે આ સાથે છ વખત પાવર પ્લેમાં જ તેની અડધી સદી પૂરી કરી છે. અગાઉ અન્ય કોઈ બેટ્સમેન પાવર પ્લેની છ ઓવરમાં છ વખત અડધી સદી ફટકારી શક્યો ન હતો.

મંગળવારની મેચમાં વોર્નરે છ ઓવરને અંતે તેનો અંગત સ્કોર 54 ઉપર પહોંચાડી દીધો હતો. આ ઉપરાંત સહાએ પણ આક્રમક બેટિંગ કરીને 44 બોલમાં 87 રન ફટકાર્યા હતા. આ બંને ખેલાડીએ સિક્સરો પર નહીં પરંતુ રન દોડવા અને ચોગ્ગા ફટકારવા તરફ ફોકસ કર્યું હતું.

હૈદરાબાદની ટીમે આ મેચ 88 રનથી જીતી હતી. આઇપીએલમાં કોઈ ટીમ જંગી માર્જીનથી જીતી હોય તેમાં હૈદરાબાદે બીજી વાર આવડા મોટા માર્જીનથી મેચ જીતી હતી. અગાઉ તેણે 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 118 રનથી હરાવ્યું હતું.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!